________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
60)
(પરમાગમ – ચિંતામણિ * ભક્તિ તો રાગરૂપ છે અને રાગથી બંધ છે માટે તે મોક્ષનું કારણ નથી. રાગનો ઉદય આવતાં જો ભક્તિ ન કરે તો પાપાનુરાગ થાય એટલા માટે અશુભરાગ છોડવા અર્થે જ્ઞાની ભક્તિમાં પ્રવર્તે છે વા મોક્ષમાર્ગમાં બાહ્યનિમિત્તમાત્ર પણ જાણે છે, પરંતુ ત્યાં જ ઉપાદેયપણું માની સંતુષ્ટ થતો નથી, પણ શુદ્ધોપયોગનો ઉદ્યમી રહે છે.
૩૩).
(શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિકાર-૭ પાનું-૨૨૬ ) * પ્રભો! જે માણસો ભયંકર જલોદર વિગેરે દર્દના ભારથી દુઃખી થઇ ગયા છે, અને જેમની સ્થિતિ અત્યંત શોચનીય થઈ ગઈ છે અથવા જેઓ પોતાના જીવનથી સર્વથા નિરાશ થઈ ગયા છે એવા મનુષ્યો પણ આપનાં ચરણકમળાની રજ – ધૂલ પણ પોતાના શરીર પણ લગાડવાથી કામદેવ જેવા સુંદર થઇ જાય છે. ૩૩૧.
(માનતુંગ આચાર્ય, ભક્તામરસ્તોત્ર, શ્લોક-૪૫ ) * જે ગૃહસ્થાવસ્થામાં જિનેન્દ્ર ભગવાનનાં ચરણકમળની પૂજા કરવામાં આવતી નથી તથા ભક્તિપૂર્વક સંયમીજનોને દાન આપવામાં આવતું નથી તે ગૃહસ્થ અવસ્થાને અગાધ જળમાં પ્રવેશીને શું શીધ્ર ડૂબાડી ન દેવી જોઇએ? અર્થાત્ અવશ્ય ડૂબાડી દેવી જોઇએ. ૩૩ર.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, દાન અધિકાર, શ્લોક - ૨૪)
* * * * હે પ્રભુ! જીવ ઔર અજીવ પદાર્થોકો જાનતે હુએ, આસ્રવ ઔર બંધકો રોકત હુએ, નિરંતર સંવર ઔર નિર્જરાકો કરતે હુએ, મોક્ષરૂપી પ્રિયાંકી ચાહ રખતે હુએ, શરીર આદિ પર પદાર્થોને ભિન્ન નિર્મલ પરમાત્માને સ્વરૂપકો યથાર્થરૂપસે અનુભવ કરતે હુએ, ઔર ધર્મધ્યાન ઔર સમભાવમું શુદ્ધ મનકો લગાતે હુએ મેરા સમય વીતે. ૩૩૩.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૪) * હે જિનેન્દ્ર ! કયા આપ મેરે સાથ નહીં ચલાગે? કયા આપ મુજે મુક્તિ પહુંચનેમેં મદદ ન દેંગે? આપ સહકારી હૈ. આપકી મદદસે મેં સ્વયે ઉસ મોક્ષસ્થાનકો મિલા લૂંગા. વહ સ્થાન ઐસા હૈ જહાં વીતરાગ આત્મા સ્વયે અપને શુદ્ધ જ્ઞાનકે ભીતર નિવાસ કરતા હૈ. વહી કમલ હૈ, વહી જ્ઞાનચેતનામે રમણ હૈ, વહી વીતરાગતા કા ઘર હૈ વ રહનેકા ઠિકાના હૈ. ૩૩૪.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨, પાનું- ૧૫૮)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com