________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(પરમાગમ – ચિંતામણિ * અહીં સંસારમાં રાજા પણ દૈવવશ થઈને રંક જેવો બની જાય છે તથા પુષ્ટ શરીરવાળો મનુષ્ય પણ કર્મોદયથી ક્ષણવારમાં જ મૃત્યુ પામી જાય છે. એવી અવસ્થામાં
ક્યો બુદ્ધિમાન પુરુષ કમળપત્ર ઉપર રહેલાં જળબિંદુ સમાન વિનાશ પામનાર ધન, શરીર અને જીવન આદિ વિષયમાં અભિમાન કરે? અર્થાત્ ક્ષણમાં ક્ષીણ થનાર આ પદાર્થોના વિષયોમાં વિવેકીજન કદી પણ અભિમાન કરતાં નથી. ૫OO.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, અધિ. ૧, શ્લોક ૧૭૩) * જેમ જળો, તૃષ્ણા જેનું બીજ છે એવા વિજય પામતાં દુખાકુર વડે ક્રમશ: આક્રાંત થતી હોવાથી, ખરાબ લોહીને ઇચ્છતી અને તેને જ ભોગવતી થકી વિનાશપર્યત કલેશ પામે છે, તેમ આ પુણ્યશાળીઓ પણ, પાપશાળીઓની માફક, તૃષ્ણા જેનું બીજ છે એવા વિજય પામતાં દુખાકુર વડે ક્રમશઃ આક્રાંત થતાં હોવાથી, વિષયોને ઈચ્છતા એ તેને જ ભોગવતા થકા વિનાશપર્યત (મરણ પામતાં સુધી) કલેશ પામે છે. આથી પૂણ્યો સુખાભાસ એવા દુ:ખના જ સાધન છે. ૫૦૧.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર-ટીકા, ગાથા-૭૫ )
* * *
* જ્ઞાન આવરણથી ચારું છે, તે (જ્ઞાન) પોતાનો સ્વભાવ છે, જેટલું જ્ઞાન પ્રગટયું તેટલો પોતાનો સ્વભાવ ખૂલ્યો; તે આત્મા છે. અહીં એટલું વિશેષ કે આવરણવા છતાં પરમાં જ્ઞાન જાય તેટલું અશુદ્ધ, જેટલો અંશ નિજમાં રહે તે શુદ્ધ, તેથી કેવળ ( જ્ઞાન ) ગુપ્ત છે. પણ પરોક્ષજ્ઞાનમાં નિરાવરણની પ્રતીતિ કરી કરી આનંદ વધારે છે. જ્ઞાની શુદ્ધ-ભાવનાથી શુદ્ધ થાય એ નિશ્ચય છે. ૫૦૨.
( શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-૧૬) * જો કે કાળલબ્ધિના વશે જીવ અનંતસુખનું ભાજન થાય છે, તોપણ વિશુદ્ધ જ્ઞાનદર્શનસ્વભાવી નિજપરમાત્મતત્ત્વના સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન-આચરણરૂપ તથા સમસ્ત બહિર્તવ્યની ઈચ્છાની નિવૃત્તિ જેનું લક્ષણ છે એવા તપશ્ચરણરૂપ જે નિશ્ચય ચતુર્વિધ આરાધના છે તે જ તેમાં ઉપાદાન કારણ જાણવું, કાળ નહિ, તેથી તે (કાળ) હેય છે. ૫૦૩.
(શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતદેવ, બહુ દ્રવ્યસંગ્રહ, ગાથા-૨૧ ની ટીકામાંથી)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com