________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૦૯ * હે ભવ્ય! તું આગમના અભ્યાસને છોડીશ નહીં; તેમાં કહેલાં તત્ત્વનો વારંવાર અભ્યાસ કરીને ટીપે ટીપે આત્માના અમૃતનું પાન કર્યા કરજે અને કર્મના ક્ષયને માટે દત્તચિત (સાવધાન) રહેજે. પ૬૬.
( શ્રી નેમીથર-ભવ્યામૃત-શતક, શ્લોક-૩૧) * સમ્યગ્દર્શન અનંત ગુણરૂપી આત્મા પરમ શ્રદ્ધાન લાતા હૈ. જબ સમ્યગ્દર્શનકે પ્રતાપસે સૂક્ષ્મ અતીન્દ્રિય આત્માના અનુભવ હોતા હૈ તબ કર્મોકા ક્ષય હોતા હૈ. સમ્યગ્દર્શન આત્માને અનંતાનંત પર્યાયો પર વિશ્વાસ રખતા હૈ. પ૬૭.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૧૯૬) * સંસાર, શરીર અને ભોગોથી જેનું મન વિરકત થયું છે તે જીવ આત્માને ધ્યાવતાં, તેની મહા વિસ્તૃત સંસારરૂપી વેલ છિન્નભિન્ન થઇ જાય છે. પ૬૮.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૧ ગાથા-૩૨ ) * આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે ભાઈ ! તું કોઈપણ રીતે મહા કષ્ટ અથવા મરીને પણ તત્ત્વોનો કૌતૂહલી થઈ આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિક મૂર્તિક પુદ્ગલ દ્રવ્ય સાથે એકપણાના મોહને તું તરત જ છોડશે. પ૬૯.
( શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૨૩) * સંસારી જીવરાશિ મિથ્યાત્વ પરિણામને સર્વથા છોડો. છોડવાનો અવસર યો? તત્કાળ. ભાવાર્થ આમ છે કે શરીરાદિ પરદ્રવ્યો સાથે જીવની એકત્વબુદ્ધિ વિદ્યમાન છે, તે સૂક્ષ્મકાળમાત્ર પણ આદર કરવા યોગ્ય નથી. પ૭).
(શ્રી રાજમલજી, કળશટીકા, કળશ-૨૨) * પરપરિચયથી આકુળતા છે, નિજપરિચયથી સુખશાંતિ છે, જિનદેવે આવો પરમાર્થ કહીને તે હિતનો સંકેત કર્યો છે. પ૭૧.
(શ્રી દીપચંદજી, આત્માવલોકન, અનુભવદા નં. -૧૧) * હે ભવ્યાત્મા ! તું જીવને શરીરથી સર્વ પ્રકારે ભિન્ન, ઉદ્યમ કરીને પણ જાણ! જેને જાણતાં બાકીનાં સર્વ પરદ્રવ્યો ક્ષણમાત્રમાં તજવા યોગ્ય લાગે છે. પ૭ર “
(શ્રી સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા, ગાથા-૭૯ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com