________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦)
(પરમાગમ – ચિંતામણિ * (હે ભવ્ય !) તું મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સ્થાપ, તેનું જ ધ્યાન કર, તેને જ ચેત – અનુભવ અને તેમાં જ નિરંતર વિહાર કર, અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર. પ૭૩.
(શ્રી કુંદકુંદાચાર્ય, સમયસાર, ગાથા-૪૧૨ ) * અનાદિ આત્માની આકુળતા એક વિશુદ્ધ બોધકળા વડે મટે છે, માટે સહજ બોધકળાનો નિરંતર અભ્યાસ કરો. સ્વરૂપાનંદી થઇ ભવોદધિને તરો. પ૭૪.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-૩૮) * ત્રણલોકના જીવોને નિરંતર મરતાં દેખીને પણ જે જીવ પોતાના આત્માનો અનુભવ નથી કરતા અને પાપોથી વિરક્ત નથી થતાં- એવા જીવોના ધીઠપણાને ધિશર હો. પ૭પ.
(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ-સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૧૦૯) * ભવ્યપુરુષને જેમ જેમ કાળાદિ લબ્ધિઓ નિકટ આવતી જાય છે, તેમ તેમ મોક્ષ માટેની સર્વ ઉત્તમ સામગ્રીઓ નિશ્ચયથી પ્રાપ્ત થતી જાય છે. ૫૭૬.
(શ્રી દેવસેન આચાર્ય, તત્ત્વસાર, ગાથા-૧૨ )
* * * * જેની ભવસ્થિતિ ઘટી જવાથી અર્થાત્ કિંચિયૂન અર્ધપુદ્ગલપરાવર્તનકાળમાત્ર શેષ રહેવાથી મોક્ષ અવસ્થા સમીપ આવી ગઈ છે તેના મનરૂપ છીપમાં સક્રુ મેઘરૂપ અને તેમના વચન મોતીરૂપ પરિણમન કરે છે. ભાવ એ છે કે આવા જીવોને જ શ્રી ગુરુના વચનો રુચિકર થાય છે. પ૭૭.
( શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, સાધ્યસાધક દ્વાર, પદ - ૫) * વિનય પૂર્વક ભણવામાં આવેલું શ્રુત જો કોઇ પણ પ્રકારે પ્રમાદથી વિસ્તૃત થઈ જાય તો બીજા ભવમાં તે ઉપસ્થિત થઈ જાય છે અને કેવળજ્ઞાનને પણ પ્રાપ્ત કરાવે છે. પ૭૮.
(શ્રી ધવલા, પુસ્તક-૯, પાનું -૨૫૯ ) * આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે. તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પરભાવનો કર્તા છે એમ માનવું (તથા કહેવું ) તે વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. પ૭૯.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-દુર )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com