________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮)
(પરમાગમ – ચિંતામણિ * આદિ-મધ્ય-અંતરહિત, શુદ્ધ-બુદ્ધ એક સ્વભાવ પરમાત્મામાં સકલ નિર્મળ કેવળજ્ઞાનરૂપ નેત્ર વડે અરીસામાં પ્રતિબિંબોની પેઠે, શુદ્ધાત્મા આદિ પદાર્થો આલોકિત થાય છે – દેખાય છે – જણાય છે – પરિચ્છિન થાય છે તેથી તે કારણે તે જ (શુદ્ધાત્મા જ) નિશ્ચયલોક છે અથવા તે નિશ્ચયલોક નામના પોતાના શુદ્ધ પરમાત્મા અવલોકન તે નિશ્ચયલોક છે. પ૬O.
(શ્રી નેમીચંદ્ર સિદ્ધાંતદેવ, બૃહદ્રવ્યસંગ્રહ, ગાથા-૩૫) * ભગવાનના વચન યહ હૈ કિ યહુ આત્મા નિશ્ચલ શુદ્ધ હૈં. જિનવચન શુદ્ધ સમ્યગ્દર્શનકા સ્વરૂપ બતાતા હૈ. આત્માકા સ્વભાવ વચનોંસે રહિત હૈ અથવા જિનવચન યહ હૈ કિ યહ આત્મા કેવલ શુદ્ધ સ્વરૂપ હૈ. પ૬૧.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક – ૬૦૯) * જો કોઈ પણ રીતે (તીવ્ર પુરુષાર્થ કરીને) ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને નિશ્ચળપણે અનુભવ્યા કરે તો આ આત્મા, જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે. ( અર્થાત્ જેની આત્મસ્થિરતા વધતી જાય છે) એવા આત્માને પરપરિણતિના નિરોધથી શુદ્ધ જ પ્રાપ્ત કરે છે. પ૬ર.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૧૨૭) * આ જીવ પોતાના શુદ્ધ આત્માને જે ક્ષણે દેખે છે તે જ ક્ષણે તેનો વિભ્રમ નાશ થાય છે અને સ્વસ્થચિત્ત થાય છે અર્થાત્ જ્ઞાન આકુળતારહિત સ્થિર થાય છે, અને નિર્વિકલ્પ સમાધિને પામે છે. પ૬૩.
(–પરમાનંદ સ્તોત્ર, શ્લોક-૧૫) * ચિદાનંદ–ભાવનાથી ચિપરિણતિ શુદ્ધ થાય છે, ચિત પરિણતિ શુદ્ધ થયે ચિદાનંદ શુદ્ધ થાય છે. અનાત્મપરિણામ મટાડી આત્મપરિણામ કરવા એ જ કૃતકૃત્યપણું છે, યોગીશ્વર પણ એટલું કરે છે. પ૬૪.
( શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-૧૮) * જેણે આત્માને પરમાત્મા સાથે જોડયો નથી ને આવાગમન મટાડયું નથી, તેને ફોતરાં કુટતાં ઘણો કાળ વીતી ગયો તોપણ તંદુલનો એકકેય દાણો હાથમાં ન આવ્યો. પ૬૫.
(મુનિવર રામસિંહ, પાહુડ દોલ, ગાથા-૧૮૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com