________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ )
(પરમાગમ – ચિંતામણિ * જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે અને રાત-દિવસ કાદવમાં રહે છે પરંતુ તેના ઉપર કાદવ ચોંટતો નથી, અથવા જેમ મંત્રવાદી પોતાના શરીર ઉપર સાપ દ્વારા ડંખ દેવડાવે છે પણ મંત્રની શક્તિથી તેના ઉપર વિષ ચડતું નથી, અથવા જેમ જીભ ચીકણો પદાર્થ ખાય છે પણ ચીકણી થતી નથી, લૂખી રહે છે, અથવા જેમ સોનું પાણીમાં પડયું રહે તોપણ તેના પર કાટ લાગતો નથી. તેવી જ રીતે જ્ઞાની જીવ ઉદયની પ્રેરણાથી જાતજાતની શુભાશુભ ક્રિયા કરે છે પરંતુ તેને આત્મસ્વભાવથી ભિન્ન કર્મભનિત માને છે તેથી સમ્યજ્ઞાની જીવને કર્મકાલિમાં લાગતી નથી. પ૫૦.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, નિર્જરા દ્વાર, પદ - ૫) * અંતરંગની શુદ્ધિ વિના બાહ્ય શુદ્ધિ વિશ્વાસને યોગ્ય હોતી નથી. બગલો બાહ્યમાં ઉજ્જવળ હોવા છતાં પણ (અંતરંગ શુદ્ધિના અભાવમાં) અનેક માછલીઓને માર્યા કરે છે. પ૫૧.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૂત ચારિત્ર અધિકાર, ગાથા-૩ર)
* * *
* કેવા છે તે સર્વ પદાર્થો ? (છ દ્રવ્યો કેવા છે?) પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને (સમૂહને) ચૂંબે છે સ્પર્શે છે તો પણ જેઓ પરસ્પર એકબીજો સ્પર્શ કરતા નથી. અત્યંત નિકટ એકક્ષેત્રાવગાહરૂપે રહ્યા છે તોપણ જેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, પરરૂપે નહિ પરિણમવાને લીધે અનંત વ્યક્તિતા નાશ પામતી નથી માટે જેઓ ટંકોત્કીર્ણ જેવા (શાશ્વત) સ્થિત રહે છે. પપર.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૩) * બહુ વિભાવ હોવા છતાં પણ સહજ પરમ તત્ત્વના અભ્યાસમાં જેની બુદ્ધિ પ્રવીણ છે એવો આ શુદ્ધદષ્ટિવાળો પુરુષ, “સમયસારથી અન્ય કાંઇ નથી” એમ માનીને, શીઘ્ર પરમશ્રીરૂપી સુંદરીનો વલ્લભ થાય છે. ૫૫૩.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૨૭) * નિશ્ચયથી હું “વીતરાગ; વળી નિશ્ચયથી મારું નિજ સ્વરૂપ જે છે તે “વીતરાગ' છે. તેથી પ્રગટ નિજજાતિ વસ્તુસ્વરૂપ જે સ્વભાવ છે, તે નિશ્ચયથી વીતરાગભાવથી દેદીયાન છે. પ૫૪.
(શ્રી દીપચંદજી, આત્માવલોકન, શ્લોક-૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com