________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૫
પરમાગમ – ચિંતામણિ)
* જેના ભયથી ચલાયમાન થતાં ખળભળી જતાં – ત્રણે લોક પોતાનો માર્ગ છોડી દે છે એવો વજપાત થવા છતાં, આ સમ્યગ્દષ્ટિ જીવો, સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે, સમસ્ત શંકા છોડીને પોતે પોતાને જેનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય છે એવો જાણતાં થકા, જ્ઞાનથી ટ્યુત થતાં નથી. આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યગ્દષ્ટિઓ જ સમર્થ છે. ૫૪૪.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૧૫૩) * આત્માકા ઇષ્ટ અપના અમૂર્તિક સ્વભાવ હૈ, જો સર્વ કર્મોસે મુક્ત શુદ્ધ ભાવ હૈ, જિસકો ઈસ પરમ હિતકારી શુદ્ધ ભાવકા વિયોગ હૈ વહ ઇષ્ટ વિયોગ આર્તધ્યાનકો પાકર પરિણામને અનુસાર શુભ ગતિ યા અશુભ ગતિમે જાતા હૈ. ૫૪૫.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૮૩ર ) * જે પરાધીન છે તે બધું દુ:ખ છે અને જે સ્વાધીન છે તે બધું સુખ છે. આ પ્રમાણે ( વિજ્ઞ પુરુષ) સંક્ષેપમાં સુખ-દુ:ખનું લક્ષણ કહે છે. ૫૪૬.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, ચૂલિકા અધિકાર, ગાથા-૧૨ )
* * *
* પ્રભો ! આપની નિર્દોષ સ્તુતિ તો ક્યાં રહી ? પરંતુ આપની પવિત્ર કથાનું શ્રવણ કરવાથી પણ જીવોને સંસારના બધા પાપો નષ્ટ થઇ જાય છે. એ સાચી વાત છે છે કે સૂર્ય ઘણો દૂર હોવા છતાં તેના કિરણો સરોવરમાંના કમળોને પ્રફુલ્લિત કરે છે. ૫૪૭.
(શ્રી માનતુંગ આચાર્ય, ભક્તામર સ્તોત્ર, શ્લોક-૯ ) * સાધર્મી ભાઈઓ પ્રત્યે તો જેને અહિતબુદ્ધિ (દ્વષભાવ) છે અને પુત્ર-બંધુ વગેરે પ્રત્યે અનુરાગ છે તેને સમ્યકત્વ નથી- એમ સિદ્ધાંતના ન્યાયથી પ્રગટપણે જાણવું. ૫૪૮.
(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૧૪૭) * સમ્યગ્દર્શનસે વિભૂષિત જીવકો નરકકા વાસ ભી અચ્છા હૈ, પરંતુ સમ્યગ્દર્શન રહિતકા સ્વર્ગમે રહના ભી નહીં શોભતા હૈ, ૫૪૯,
(શ્રી કુલધર આચાર્ય, સારસમ્મચય, શ્લોક-૩૯ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com