________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૦૪ )
(પરમાગમ - ચિંતામણિ
* જેવી રીતે પર્વતોમાં મેરું, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, ધાતુઓમાં સુવર્ણ, પીવા યોગ્ય પદાર્થોમાં અમૃત, રત્નોમાં ચિંતામણિ, જ્ઞાનોમાં કેવલજ્ઞાન ચારિત્રોમાં સમતારૂપ ચારિત્ર, આપ્તોમાં તીર્થંકર, ગાયોમાં કામધેનુ, મનુષ્યોમાં ચક્રવર્તી અને દેવોમાં ઇન્દ્ર જ મહાન અને ઉત્તમ છે, તેવી રીતે ધ્યાનોમાં શુદ્ધ આત્મસ્વરૂપનું જ ધ્યાન, સ્મરણ, ચિંતવન સર્વોત્તમ છે. ૫૩૮.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાન-૨, ગાથા-૯) * અહો ! મારા હૃદયમાં સ્ફુરાયમાન આ નિજ આત્મગુણસંપદાને કે જે સમાધિનો વિષય છે તેને મેં પૂર્વે એક ક્ષણ પણ જાણી નહિ. ખરેખર, ત્રણ લોકના વૈભવના પ્રલયના હેતુભૂત દુષ્કર્મોની પ્રભુત્વગુણ શક્તિથી (દુષ્ટ કર્મોના પ્રભુત્વગુણની શક્તિથી ) અરેરે! હું સંસારમાં માર્યો ગયો છું (હેરાન થઇ ગયો છું.)
૫૩૯.
–
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર – ટીકા શ્લોક, ૧૯૮)
* ( અધ્યાત્મચિંતનરૂપ ધ્યાન માટે) ઉત્સાહ, નિશ્ચય ( સ્થિર વિચા૨) ધૈર્ય, સંતોષ, તત્ત્વદર્શન અને જનપદત્યાગ આ છ પ્રકારની બાહ્ય સામગ્રી છે. ૫૪૦.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, મોક્ષ અધિકાર, ગાથા-૪૧)
***
* આ મુનષ્ય શું વાનો રોગી છે? શુંભૂત-પિશાચ આદિથી ગ્રાયો છે? શું ભ્રાંતિ પામ્યો છે? અથવા શું પાગલ છે? કારણ કે તે ‘જીવન આદિ વીજળી સમાન ચંચળ છે' આ વાત જાણે છે, દેખે છે અને સાંભળે પણ છે તોપણ પોતાનું કાર્ય (આત્મહિત ) કરતો નથી. ૫૪૧.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશશિત, અનિત્ય પંચાશત, શ્લોક-૪૭)
* સૂરજને અંધારાએ ઘેરી લીધો એમ શું ત્રણ લોકમાં કદી દેખ્યું છે કે સાંભળ્યું છે -ના. તેમ આત્મજ્ઞાની જીવને કર્મની જાળ ઘેરી લ્યે એમ કદી બનતું નથી.
૫૪૨.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક–૯૯ )
* જે લેશ્યામાં જીવ મરણ પામે છે તે જ લેશ્યામાં તે ઉત્પન્ન થાય એવો એકાંત નિયમ છે. ૫૪૩.
(શ્રી ધવલા, પુસ્તક-૪, પાનું – ૨૯૩)
Please inform us of any errors on rajesh@Atma Dharma.com