________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ ).
(૧૦૩ * ચૈતન્યસ્વરૂપ આત્માના ચિંતનથી મુમુક્ષુજનોના રસ નીરસ થઇ જાય છે, ભેગા મળીને ચાલતી કથાઓનું કુતલ નષ્ટ થઈ જાય છે, ઇન્દ્રિયવિષય વિલીન થઇ જાય છે, શરીરની બાબતમાં પણ પ્રેમનો અંત આવી જાય છે, એકાંતમાં મૌન પ્રતિભાસિત થાય છે તથા તેવી દશામાં દોષોની સાથે મન પણ મરવાની ઇચ્છા કરે છે. પ૩ર.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી – પંચવિંશતિ, પરમાર્થવિંશતિ, ગાથા-૧૯) * શુદ્ધ સમ્યગ્દર્શનકા પ્રેમ તથા શુદ્ધ આત્મજ્ઞાનકા પ્રેમ કર્મોકા ક્ષય કરનેવાલા હૈ. પરંતુ યદિ શરીરકા મોહ હો તો અનંતાનંત પર્યાયાંકો યહ જીવ ધારણ કરતા રહેતા હૈ. પ૩૩.
(શ્રી તારણસ્વામી, ઉપદેશશુદ્ધસાર, શ્લોક-૩૭૫ ) * જેમ સૂર્યનાં આકરા કિરણો કમળની નાજુક કળીઓને પ્રફુલ્લિત કરે છે તેમ શ્રી ગુરુનાં કઠોર શિક્ષાવચનો પણ ભવ્ય જીવના અંત:કરણને પ્રફુલ્લિત કરે છે. પ૩૪.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, ગાથા-૧૪૧) * મનુષ્ય અપને દોષોકો યધપિ પિટસે આચ્છાદિત કરતા હૈ (ઢંકતા હૈ) તો ભી વહુ લોકમેં ક્ષણભરમેં હી ઈસ પ્રકારસે અતિશય પ્રકાશમેં આ જાતા હૈપ્રગટ હો જાતા હૈ કિ જિસ પ્રકારસે જલમેં ડાલા ગયા મળ ક્ષણભરમેં હી ઉપર આ જાતા હૈ. અત એવ મનુષ્યકો ઉસ માયાચારકે લિયે હૃદયમેં થોડા-સા ભી સ્થાન નહીં દેના ચાહિયે. પ૩૫.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિરત્નસંદોહ, શ્લોક-૬૨) * હું એમ સમજું છું કે જે પુરુષ જિનધર્મીઓની સહાયતા કરે છે તેનું નામ લેતાં પણ મોહકર્મ લજ્જાયમાન થઇને મંદ પડી જાય છે, અને તેના ગુણગાન કરવાથી કર્મો ગળી જાય છે. પ૩૬.
(આચાર્યશ્રી ધર્મદાસ, ઉપદેશ સિધ્ધાંતરત્નમાળા, ગાથા-૫૪ ) * હે યોગી ! તું જો વીતરાગ પરમાનંદકે શત્રુ ઐસે નરકાદિ ચારો ગતિયોંકે દુઃખ ઉનસે ડર ગયા હૈ. તો તૂ નિશ્ચિત હોકર પરલોકકા સાધન કર! ઇસ લોકકી કુછ ભી ચિંતા મત કર. કયોંકિ તિલકે ભૂસે માત્ર ભી શલ્ય મનકો નિશ્ચયસે વેદના કરતી હૈ. પ૩૭.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨ શ્લોક-૧૮૭)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com