________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પરમાગમ ચિંતામણિ )
( ૧૦૧
* યહ જીવ દ્રવ્યલિંગકા ધારક મુનિપના હોતે હુએ ભી જો તીનલોક પ્રમાણ સર્વ સ્થાન હૈં ઉનમેં એક પરમાણુ પરિમાણ એક પ્રદેશમાત્ર ભી ઐસા સ્થાન નહીં હૈ કિ જહાં જન્મ-મરણ ન કિયા હો. ૫૨૧.
-
( શ્રી કુંદકુંદ આચાર્ય, ભાવપાહુડ, ગાથા-૩૩)
* જે જીવ સ્થિર થઈને પોતાના સ્વરૂપને અનુભવશે તે જીવનું ચિત્ત વનની વચ્ચે પણ શાંતરસથી ભરાઇ જશે ને તે આનંદિત થશે; ભ્રાંતિરૂપ ધનઘોર સંસારવનથી તે છૂટી જશે ને તેને મોક્ષસુખનો લાભ થશે. ૫૨૨.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક-૮૦) * ભેદજ્ઞાનીના ચિત્તમાં, શુદ્ધ આત્મદર્શનથી રહિત આ સર્વ જગત ઉન્મત્ત, ભ્રાંતિયુક્ત, બન્ને નેત્ર રહિત, દિશા ભૂલેલું, ગાઢ નિંદ્રામાં સુતેલું, અવિચારી, મૂર્છા પામેલું, જળના પ્રવાહમાં તણાતું, બાળકના જેવી અજ્ઞાન અવસ્થાવાળું તથા મોહરૂપી ઠગોથી પીડિત દશા પામેલા જેવું, ગાંડા જેવું અને મોગોએ પોતાને આધીન કરેલું, વ્યાકુળ થયેલું જણાય છે. ૫૨૩,
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી –અધિ. ૬, શ્લોક-૨)
***
* ધન, પરિજન (દાસ-દાસી ), સ્ત્રી, ભાઈ ઔર મિત્ર આદિકે મધ્યભેંસે જો ઈસ પ્રાણીકે સાથ જાતા હૈ ઐસા યહ એક ભી કોઇ નહીં હૈ. ફિર ભી પ્રાણી વિવેકસે રહિત હોકર ઉન સબકે વિષયમેં તો અનુરાગ કરતે હૈં, કિન્તુ ઉસ ધર્મકો નહીં કરતે હૈં જો કિ જાનેવાલેકે સાથ જાતા હૈ. ૫૨૪.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૯)
* હૈ ભાઈ! મોટા કુળમાં ઊપજેલા પુરુષોના કે કોઇનો પણ ઉપહાસ કરવો અયુક્ત છે, “તો પછી આ તે કેવી રીત છે કે સ્વધર્મીનો પણ ઉપહાસ કરો છો ? પ૨૫. (આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૬૧)
* અહીં કામ, અર્થ અને યશ માટે કરવામાં આવેલો પ્રયત્ન ભાગ્યવશ કદાચ નિષ્ફળ પણ થઇ જાય છે. પરંતુ પાત્રજનના અભાવમાં પણ હર્ષપૂર્વક દાનના અનુષ્ઠાનમાં કરવામાં આવેલો કેવળ સંકલ્પ પણ પુણ્ય કરે છે. ૫૨૬.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશશિત, દાન અધિકાર, શ્લોક-૨૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com