________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧00)
(પરમાગમ – ચિંતામણિ * જેમ પ્રત્યક્ષમાં દૈવયોગથી કોઇની આંખમાં પીડા થવા છતાં પણ કોઈ બીજાની આંખ પ્રસન્ન પણ રહી શકે છે. તેવી જ રીતે ચારિત્રમોહના ઉદયવશ ચારિત્રગુણમાં વિકાર થવા છતાં પણ તેથી આત્માના સમ્યકત્વ- ગુણની કોઈ પ્રકારથી ક્ષતિ થતી નથી. પ૧૭.
(શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી ઉત્તરાર્ધ, શ્લોક-૬૯૧) * અપ્રત્યાખ્યાન કર્મઉદય હોતે ચારો હી કષાયભાવનરૂપ પ્રવર્તે પરંતુ દ્રવ્ય-ક્ષેત્ર-કાલકે વિચાર સહિત ન્યાયરૂપ પ્રવર્તે. અરુ અપ્રત્યાખ્યાન-ક્રોધકર્મ, ઉદય હોતે જીવને ન્યાયરૂપ મર્યાદિત માન ક્રોધ હોય, અરુ અપ્રત્યાખ્યાનમાનકર્મ કે ઉદય હોતે જીવને ન્યાયરૂપ મર્યાદિત માન હોય, અરુ અપ્રત્યાખ્યાનમાયાકર્મ કે ઉદય હોતે જીવકે ન્યાયરૂપ મર્યાદીત માન હોય, અરુ અપ્રત્યાખ્યાનમાયાકર્મ કે ઉદય હોતે જીવને ન્યાયરૂપ મર્યાદીત માયા હોય, અરુ અપ્રત્યાખ્યાનલોભકર્મ કે ઉદય હોતે જીવને ન્યાયરૂપ મર્યાદિત લોભ હોય, અરુ અપ્રત્યાખ્યાનકર્મનકે ઉદય હોર્ને એકદેશ સંયમ ભી નાહીં ધર સકે પરતું ધર્મવિર્ષે રુચિ હોય, ધર્મ અરુ ધર્મ કે વિષે ભક્તિ હોય, પ્રીતિ હોય, સાચા સ્વરૂપચણ હોય. ૫૧૮.
(શ્રી દીપચંદજી, ભાવદીપિકા, પાનું-૧૨ ) * શ્રીગુરુ ભગવાસી જીવોને ઉપદેશ આપે છે કે તમને આ સંસારમાં મોહનિદ્રા લેતાં અનંતકાળ વીતી ગયો; હવે તો જાગો અને સાવધાન અથવા શાન્તચિત્ત થઇને ભગવાનની વાણી સાંભળો ! – કે જેનાથી ઇન્દ્રિયોના વિષય જીતી શકાય છે. મારી પાસે આવો, હું કર્મકલંક રહિત પરમ આનંદમય તમારા આત્માના ગુણ તમને બતાવું, શ્રીગુરુ આવાં વચનો કહે છે તો પણ સંસારી મોહી જીવ કાંઈ ધ્યાન આપતા નથી, જાણે કે તેઓ માટીના પૂતળા છે અથવા ચિત્રમાં દોરેલા મનુષ્ય છે. પ૧૯.
(શ્રી બનારસીદાસ, સમયસાર નાટક, નિર્જરા દ્વારા, પદ-૧૨ ) * લોકમાં જે મનુષ્ય પુણ્યના પ્રભાવથી ઉત્તમ કુળમાં જન્મ લઇને, ઉત્તમ શરીર પામીને, અને આગમ જાણીને વૈરાગ્ય પામ્યા થકા નિર્મળ તપ કરે છે તે અનુપમ પુણ્યશાળી છે. તે જ મનુષ્ય જો પ્રતિષ્ઠાનો મોહ (આદર સત્યકારનો ભાવ) છોડીને ધ્યાનરૂપ અમૃતનું પાન કરે છે તો સમજવું જોઈએ કે તેણે સુવર્ણમય મહેલ ઉપર મણિમય કળશની સ્થાપના કરી છે. પર).
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, યતિભાવનાષ્ટક, શ્લોક-૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com