________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪)
(પરમાગમ – ચિંતામણિ * આ ચિદાનંદ ચોરાશી લાખ યોનિના શરીરોની સુધારણા કર્યા કરે છે. જે ઘરમાં રહે તેને સુધારે, પછી વળી બીજી શરીર-ઝોંપડીને સુધારે. વળી બીજી પામે તેને સુધારતો ફરે. બધાં દેહ જડ, એ જડોની સેવા કરતાં કરતાં અનાદિકાળ વીત્યો, એ શરીર સેવાનો કર્મરોગ અનાદિથી લાગ્યો આવ્યો છે. તેથી આ રોગ વડે પોતાનું અનંતબળ ક્ષીણપણાને પામ્યું તેથી મોટી વિપત્તિ - જન્માદિ ભોગવે છે. ૪૯૨.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું -૪૩) * વિવેક રહિત અજ્ઞાની જીવ પોતે પૂર્વજન્મમમાં કરેલાં કર્મોની ઉપર તો ક્રોધ કરતો નથી, પરંતુ તે કર્મોની નિર્જરા કરાવવાળા પુરુષની ઉપર ક્રોધ કરે છે. અર્થાત વૈધ સમાન પોતાની ચિકિત્સા કરનારની ઉપર ક્રોધ કરે છે પણ આ પદ્ધતિ કોઈ પ્રકારે યોગ્ય નથી, કારણ કે પોતાના કર્મોની નિર્જરા કરાવે તે તો વૈદ્યની જેમ પોતાનો ઉપકારી છે, તેનો તો ઉપકાર જ માનવો જોઈએ. તેની ઉપર ક્રોધ કરવો ઘણી મોટી ભૂલ છે તથા કૃતજ્ઞતા છે. ૪૯૩.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, અધિકાર-૧૯ ગાથા- ૪૧)
* * * * યહ દ્રવ્ય અનાદિ ઔર અનિધન હૈ અર્થાત્ ન કભી ઉત્પન્ન હોતા હૈ ઔર ન કભી નષ્ટ હોગા. જિસ પ્રકાર પાનીમેં પાનીકી લહરે ઉત્પન્ન હોતી રહતી હૈ ઔર ઉસીમેં નષ્ટ હોતી રહતી હૈ. ઉસી પ્રકાર ઈસ દ્રવ્યમેં ભી ઈસકી પર્યાયે પ્રત્યેક ક્ષણમં ઉત્પન્ન હોતી રહતી હૈં ઔર પ્રત્યેક ક્ષણમેં નષ્ટ હોતી રહતી હૈં. ૪૯૪.
(મુનિવર નાગસેન, તત્ત્વાનુશાસન, શ્લોક-૧૧૨ ) * ભાગ્યવશે રાજા પણ ક્ષણવારમાં નિશ્ચયે રંક સમાન થઇ જાય છે તથા સમસ્ત રોગ રહિત યુવાન પુરુષ પણ તરત જ મરણ પામે છે. આ રીતે અન્ય પદાર્થોના વિષયોમાં તો શું કહેવું? પણ જે લક્ષ્મી અને જીવન બનેય સંસારમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે તેમની પણ જો આવી સ્થિતિ છે તો વિદ્વાન મનુષ્ય બીજા કોના વિષયમાં અભિમાન કરવું જોઇએ? અર્થાત્ અભિમાન કરવા યોગ્ય કોઇ પણ પદાર્થ અહીં સ્થાયી નથી. ૪૯૫.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, અનિત્ય પંચાશત, શ્લોક-૪૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com