________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણ)
(૯૫ * સશરીર અવસ્થામાં પણ આત્મા જ સુખરૂપ (-ઇન્દ્રિય સુખરૂપ) પરિણતિએ પરિણમે છે, દેહ નહિ; તેથી ત્યારે પણ (–સશરીર અવસ્થામાં પણ ) સુખનું નિશ્ચય કારણ આત્મા છે અર્થાત્ ઇન્દ્રિયસુખનું પણ વાસ્તવિક કારણ આત્માનો જ અશુદ્ધ સ્વભાવ છે. અશુદ્ધ સ્વભાવે પરિણમતો આત્મા જ સ્વયમેવ ઈન્દ્રિયસુખરૂપ થાય છે. તેમાં દેહુ કારણ નથી; કારણ કે સુખરૂપ પરિણતિ અને દેહ તદ્દન ભિન્ન હોવાને લીધે સુખને અને દેહને નિશ્ચયથી કાર્યકારણપણું બિલકુલ નથી. ૪૯૬,
(શ્રી પ્રવચનસાર, ગાથા-૬૫ નો ભાવાર્થ) * હે જીવ! તૂને ઈસલોકમેં તૃષાસે પીડિત હોકર તીન લોકકા સમસ્ત જલ પિયા, તો ભી તૃષાકા વ્યવચ્છેદ ન હુઆ અર્થાત્ પ્યાસ ન બૂઝી, ઈસલિયે તૂ ઈસ સંસારકા મંથન અર્થાત તેરે સંસારકા નાશ હો ઈસપ્રકાર નિશ્ચયરત્નત્રયકા ચિંતન કર. ૪૯૭.
( શ્રી કુંદકુંદાચાર્ય, ભાવપાહુડ, ગાથા-૨૩)
* * *
* તાડના વૃક્ષની તૂટેલું ફળ નીચે પૃથ્વી ઉપર પડવા માંડ્યા પછી વચ્ચે ક્યાં સુધી રહે? તેમ જન્મ થયા પછીનું જીવન આયુ-સ્થિતિમાં ક્યાં સુધી રહે? બહુ જ અલ્પકાળ અને તે પણ અનિયત. તેથી હે ભવ્ય! આ દેહાદિને આમ ક્ષણભંગુર જાણીને વાસ્તવિક અવિનાશી પદનું સાધન બીજા બધા કાર્યોને જતાં કરીને પણ ત્વરાએ કરી લેવું એ જ સુયોગ્ય છે. કારણ જીવન - સમય બહુ સાંકડો છે. ૪૯૮.
( શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, ગાથા-૭૪)
*
*
*
* જેમ વાનર એક કાંકરો પડે ત્યાં રડવા લાગી જાય તેમ આ પણ એક અંગ છીએ ત્યાં ઘણો રડે. “એ મારા અને હું એનો' એ પ્રમાણે જૂઠ જ એવા જડોની સેવાથી સુખ માને. પોતાની શિવનગરીનું રાજ્ય ભૂલ્યો, જો શ્રી ગુરુના કહેવાથી શિવપુરીને સંભાળે તો ત્યાંનો પોતે ચેતન રાજા અવિનાશી રાજ્ય કરે, ત્યાં ચેતના વસ્તિ છે, ત્રણલોકમાં આણ ફરે, ભવમાં ન ફરે, ફરી જડમાં ન આવે. આનંદધનને પામી સદાય શાશ્વત સુખનો ભોકતા થાય એમ કરો. ૪૯૯.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું – ૪૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com