________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચિંતામણિ )
(૯૩
* લેકમાં જે ધન જિનાલયનું નિર્માણ કરવામાં, જિનદેવ, આચાર્ય અને પંડિત અર્થાત્ ઉપાધ્યાયની પૂજામાં, સંયમીજનને દાન આપવામાં, અતિશય દુઃખી પ્રાણીઓને પણ દયાપૂર્વક દાન આપવામાં તથા પોતાના ઉપભોગમાં પણ કામ આવે છે, તેને જ નિશ્ચયથી પોતાનુ ધન સમજવું જોઇએ. તેનાથી વિપરીત જે ધન આ ઉપર્યુક્ત કામોમાં ખરચવામાં આવતું નથી તેને કોઈ બીજા જ મનુષ્યનું ધન સમજવું જોઈએ. ૪૮૯.
પરમાગમ
1
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિકા દાન અધિકાર, શ્લોક-૩૭)
* જેમ મુઠ્ઠી વડે આકાશ ઉપર પ્રહાર કરવો નિરર્થક છે, જેમ ચોખાને માટે ફોતરાને ખાંડવા નિરર્થક છે, જેમ તેલને માટે રેતીને પીલવી તે નિરર્થક છે, જેમ ઘી માટે જળને વલોવવું તે નિરર્થક છે, કેવળ મહાન ખેદનું કારણ છે. તેમ અશાતાવેદનીયાદિ અશુભ કર્મનો ઉદય આવતાં વિલાપ કરવો, રડવું, કલેષિત થવું દીન વચનો બોલવા નિરર્થક છે દુઃખ મટાડવાને સમર્થ નથી, પરંતુ વર્તમાનમાં દુઃખ વધારે છે અને ભવિષ્યમાં તિર્યંચગતિ તથા નરકનિગોદના કારણભૂત તીવ્ર કર્મ બાંધે છે જે અનંતકાળમાં પણ છૂટતાં નથી. ૪૯૦.
શ્રી શિવકોટી આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૧૬૨૫ )
***
* નરકભૂમિની સામગ્રી તથા નારકીઓનું વિકરાળરૂપ જેવું છે તેવું જો કોઇને એક ક્ષણમાત્ર પણ સ્વપ્નમાં દેખાડે તો તે ભયથી પ્રાણ રહિત થઇ જાય.
ના૨ીઓના દેહાદિનો એક કણ અહીં આવે તો તેની દુર્ગંધથી અહીંના હજારો પંચેન્દ્રિય જીવો મરણ પામે.
નારકીઓના શબ્દ એવા ભયંકર તથા કઠોર છે કે જો અહીં સાંભળવામાં આવે તો હાથીઓના ને સિંહોના હૃદય ફાટી જાય.
નરકમાં જે દુઃખદાયી સામગ્રી છે તેનો સ્વભાવ દેખાડવા કે અનુભવ કરાવવા સમસ્ત મધ્યલોકમાં કોઈ વસ્તુ દેખાતી નથી.
નરકમાં જે દુઃખ છે તે કોઈ કરોડો જીભ વડે કરોડો વર્ષ સુધી કહે તો પણ એક ક્ષણમાત્રના દુ:ખને કહેવા સમર્થ નથી. ૪૯૧.
( શ્રી સમંતભદ્ર આચાર્ય, રત્નદંડશ્રાવકાચાર, સુખદાસજી, ટીકા, પાનું –૬૧૨ )
Please inform us of any errors on rajesh@Atma Dharma.com