________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦)
(પરમાગમ – ચિંતામણિ * મિથ્યાષ્ટિ જીવને જે પ્રગટ છે એવો જીવ-કર્મના એકત્વરૂપ વિપરીત સંસ્કાર કેમ પ્રવર્તી રહ્યો છે એ આશ્ચર્ય છે! ભાવાર્થ આમ છે કે સહજ જીવ-અજીવ ભિન્ન છે. એવું અનુભવતાં તો બરાબર છે, સત્ય છેઃ મિથ્યાદષ્ટિ જે એક કરીને અનુભવે છે તે આવો અનુભવ કઇ રીતે આવે છે તે મોટો અચંબો છે! ૩૭૯.
(શ્રી રાજમલ્લજી કળશટીકા, કળશ-૪૩)
* * *
* હે પ્રાણી! પ્રાયઃ પ્રત્યેક પ્રાણીયોનાં અંતઃકરણ એ આશારૂપ મહાન, ગહન, ગંભીર અને અતિ ઊંડા ગર્ત (કૂવા) છે. વળી તે અમર્યાદિત છે, જેમાનાં એક ર્ગતમાં આ ત્રણ લોકની સમસ્ત વિભૂતિ માત્ર એક અણુ સમાન સૂક્ષ્મપણે વર્તે છે, અને જગતવાસી પ્રાણીયો તો અનંતતાનંત છે, તો એ ત્રણલોકની સમસ્ત વિભૂતિની વહેંચણી કરતાં કોને કોને કેટલી કેટલી આવે? અર્થાત્ ત્રણલોકની સમસ્ત વિભૂતિ કદાચ એક પ્રાણીના હાથમાં આવી જાય, તોપણ તેની તૃષ્ણા શાંત થાય નહિ. ધનાદિ સર્વ સંપત્તિ જગતમાં સંખ્યાત છે, જ્યારે તેના ગ્રાહક અનતાનંત છે. માટે હું આત્મા! તારી એ વિષયની આકાંક્ષા વ્યર્થ છે. ૩૮૦.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૩૬ )
* * *
* શુભ-આચરણરૂપ કર્મ અને અશુભ-આચરણરૂપ કર્મ-એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતાં અને એ રીતે નિષ્કર્મ અવસ્થાથી પ્રવર્તતા; મુનિઓ કાંઈ અશરણ નથી. કારણ કે, જ્યારે નિષ્કર્મ અવસ્થા (નિવૃત્તિ અવસ્થા) પ્રવર્તે છે ત્યારે જ્ઞાનમાં આચરણ કરતું – રમણ કરતું – પરિણમતું જ્ઞાન જ તે મુનિઓને શરણ છે. તેઓ તે જ્ઞાનમાં લીન થયાં થકાં પરમ અમૃતને પોતે અનુભવે છે – આસ્વાદે છે. ૩૮૧.
(શ્રી અમૃતાચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા. કળશ-૧૦૪ ) * સાધુ પુરુષનું ચિત્ત એક પાકો (શ્રેત) વાળ દેખવાથી જ શીવ્ર વૈરાગ્ય પામી જાય છે. પરંતુ એનાથી વિપરીત અવિવેકી મનુષ્યની તૃષ્ણા પ્રતિદિન વૃદ્ધત્વ સાથે વધતી જાય છે અર્થાત્ જેમ જેમ તેની વૃદ્ધાવસ્થા વધતી જાય છે તેમ તેમ ઉત્તરોત્તર તેની તૃષ્ણા પણ વધતી જાય છે. ૩૮૨.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પાનંદી પંચવિંશતિ, અધિ, -૧, શ્લોક-૧૭૧ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com