________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪)
(પરમાગમ – ચિંતામણિ * જો કોઇ જીવો વિશુદ્ધ જ્ઞાનદર્શસ્વભાવવાળા શુદ્ધાત્મતત્ત્વના સમ્યક શ્રદ્ધાનજ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્ચયમોક્ષમાર્ગથી નિરપેક્ષ કેવળ –અનુષ્ઠાનરૂપ વ્યવહારનયને જ મોક્ષમાર્ગ માને છે, તેઓ તેના વડે દેવલોકાદિના કલેશની પરંપરા પામતા થકા સંસારમાં પરિભ્રમ્રણ કરે છે. પરંતુ જો શુદ્ધાત્માનુભૂતિલક્ષણ નિશ્ચયમોક્ષમાર્ગને માને અને નિશ્ચયમોક્ષ માર્ગનું અનુષ્ઠાન કરવાની શક્તિના અભાવને લીધે નિશ્ચયસાધક શુભાનુષ્ઠાન કરે, તો તેઓ સરાગ સમ્યગ્દષ્ટિ છે અને પરંપરાએ મોક્ષને પામે છે. - આમ વ્યવહાર-એકાંતના નિરાકરણની મુખ્યતાથી બે વાક્ય કહેવામાં આવ્યાં. ૪૫૦.
(શ્રી જયસેન આચાર્ય, પંચાસ્તિકાય – ટીકા, ગાથા-૧૭૨ ) * જે ભવ્યજીવ અતિશય વિસ્તૃત જ્ઞાનરૂપ અદ્વિતીય શરીરના ધારક સિદ્ધ પરમાત્માના વિષયમાં જ્ઞાનવાન છે તે જ નિશ્ચયથી સમસ્ત વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે. પરંતુ જે સિદ્ધાત્મવિષયક જ્ઞાનથી શૂન્ય રહીને ન્યાય અને વ્યાકરણ આદિ શાસ્ત્રોના જાણકાર છે તેમનું અહીં કોઇ પણ પ્રયોજન નથી કારણ એ કે જે લક્ષ્યના વિષયમાં સંબંધ કરે છે તે જ બાણ કહેવાય છે. ૪પ૧.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, સિદ્ધસ્તુતિ શ્લોક-૨૪)
* * * * તત્ત્વને સમજતી વખતે યુક્તિમાર્ગ વડે આગમની વાતો જાણવી જોઇએ પણ આરાધના વખતે નહીં, કેમ કે અનુભવ તો પ્રત્યક્ષનો વિષય છે. ૪૫ર.
(શ્રી માઇલ્ડધવલ, નયચક્ર, શ્લોક-ર૬૮) * પ્રશ્ન - મરણ પર્યત શૂળની જેમ હૃદયમાં ખટકે તે શું?
ઉત્તર:- ગુસપણે કરેલું અકાર્ય. (કુકર્મ એ જ જીવને સદા ખટકયાં કરે છે.) . ૪૫૩.
(શ્રીમદ્ રાજર્ષિ, રત્નમાલા, શ્લોક- ૧૭) * હે ભવ્ય! જો તને પોતાની ઉપર અપકાર કરવાવાળા પ્રત્યે ક્રોધ આવે છે તો તું એ ક્રોધ ઉપર જ ક્રોધ કેમ નથી કરતો? કારણ કે તે ક્રોધ તો તારો સૌથી વધુ અપકાર કરવાવાળો છે. તે ક્રોધ તારા ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગને તથા મોક્ષના પુરુષાર્થને તથા એટલે સુધી કે તારા જીવનને પણ નાશ કરવાવાળો છે. તો પછી આથી અધિક અપકાર બીજું કોણ હોઈ શકે છે? અર્થાત્ કોઈ નહિ. ૪૫૪.
(શ્રી વાદિભસિંહ આચાર્ય, ક્ષત્રચૂડામણિ, સર્ગ-૨, શ્લોક-૪૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com