________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
* એકનો દોષ દેખી સમસ્ત ધર્મ યા સર્વ ધર્માત્માઓ દૂષિત થશે એમ જાણી સમ્યગ્દષ્ટિ કોઇ સાધર્મીના દોષોને પ્રગટ કરતો નથી. આમાં દોષને ઉત્તેજન આપવાનો તેનો હેતુ નથી, પરંતુ જે ધર્મ પ્રત્યે તેની પ્રીતિ છે તેની નિંદા ન થાય તે જોવાનો તેનો પ્રધાન હેતુ છે. ૪૬૪.
(શ્રી સમતભદ્રસ્વામી, રત્નકરંડશ્રાવકાચાર શ્લોક-૧૫ ના ભાવાર્થમાંથી) * શિષ્યના દોષને છુપાવનારા ગુરુ કરતાં થોડા પણ દોષ જોઇ તેને ઘણાં પ્રકારે પ્રગટ કરનારા દુર્જનો સારા છે, કે જેથી ધર્માર્થી પુરુષો પોતાનો દોષ જાણી તેનો ક્ષય કરવાના ઉધમ ભણી પ્રવર્તે; તેથી દોષ પ્રગટ કરનારા દુર્જનો કોઈ અપેક્ષાએ ગુરુ સમાન કાર્યકારી છે. ધર્માત્મા પુરુષો પોતાના દોષ છુપાવવાવાળા ગુરુઓ કરતાં દોષ પ્રગટ કરવાવાળા દુર્જનોને ભલા સમજે છે. વળી દોષને પ્રગટ કરનાર જગતમાં જો ન હોત તો જીવની સ્વચ્છેદ દશા કયા મલિન છેડે જઈ અટકત એની કલ્પના પણ અશક્ય છે. ૪૬૫
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૪૦)
* * *
* અનંત મહિમાભંડારને જ્ઞાનચેતનામાં પોતાપણે અનુભવે, જે જે ઉપયોગ ઊઠે છે તે હું છું એવો નિશ્ચય ભાવનામાં કરે તો તે તરે જ તરે. અનાદિનો વિચાર કરે કે અનાદિથી પરને પોતારૂપ જાણી દુઃખ સહ્યું, હવે શ્રીગુરુએ જે ઉપદેશ કહ્યો છે તેને સત્ય કરી માનતાં જ શ્રદ્ધાથી મુક્તિનો નાથ થાય છે, માટે ધન્ય સદ્ગુરુને કે જેમણે ભવગર્ભથી નીકળવાનો ઉપાય બતાવ્યો. તેથી શ્રીગુરુ જેવા ઉપકારી કોઈ નથી એમ જાણી શ્રીગુરુની વચનપ્રતીતિથી પાર થવું. ૪૬૬.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું – ૯૩) * સંસારમાં એવું કોઇ તીર્થ નથી. એવું કોઈ જળ નથી તથા અન્ય પણ એવી કોઇ વસ્તુ નથી, જેના દ્વારા પૂર્ણપણે અપવિત્ર આ મનુષ્યનું શરીર પ્રત્યક્ષમાં શુદ્ધ થઈ શકે. આધિ (માનસિક કષ્ટ) વ્યાધિ, (શારીરિક કષ્ટ) ઘડપણ અને મરણ આદિથી વ્યાસ આ શરીર નિરંતર એટલું સંતાપ કારક છે કે સજ્જનોને તેનું નામ લેવું પણ અસહ્ય લાગે છે. ૪૬૭.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પાનંદી પંચવિંશતિ, સ્નાનાષ્ટક, શ્લોક-૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com