________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૯
પરમાગમ – ચિંતામણિ)
* જે પદાર્થો – ઇન્દ્રિયના વિષયો મનને પ્રિય હોય તે ઇષ્ટ અને અપ્રિય હોય તે અનિષ્ટ. તેમાં અનિષ્ટ હોવા છતાં પણ જે પદાર્થો શુદ્ધ ચિકૂપના સધ્યાનમાં સહાયકારી કારણરૂપ બને છે, તેને તો સુધી એટલે સમ્યક્ બુદ્ધિવાળા જ્ઞાનીજનો ભજે છે, સેવે છે, અવલંબે છે; અને જે પદાર્થો ઇષ્ટ હોવા છતાં શુદ્ધ આત્માના ધ્યાનમાં વિજ્ઞરૂપ થાય તેવા છે તેને વગર વિલંબે તજી દે છે. ૪૭૨.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધિ-૩, ગાથા-૩) * ખાસ મુનિ પાત્રકા ઉદય (હુઆ હૈ. મુનિ મહારાજ ઉત્તમ પાત્ર હૈ, જિનમેં સમ્યગ્દર્શન જ્ઞાન, ચારિત્ર રત્નત્રયધર્મ વસતા હૈ. પાત્ર વર્તનકો કહતે હૈં. આત્મજ્ઞાની તભવ મોક્ષગામીકો વિશેષ મુનિ કહતે હૈં. યહ આત્મા હી સ્વયં પાત્ર હૈ. ઐસા જિનેન્દ્રને કહા હૈ. ઈસ આત્મારૂપી પાત્રતા સ્વભાવ જ્ઞાનમયી હૈ. સમભાવ યા વીતરાગભાવ યા આત્માના શુદ્ધસ્વભાવ જૈસા સિદ્ધોમેં હૈ ઉસે હી પાત્ર-ગર્ભ કહતે હૈં અર્થાત્ આત્મારૂપી પાત્રકે ગર્ભમેં પરમાત્મપદ હૈ. જો આત્માકા સેવન કરતા હૈ ઉસકે પરમાત્મપદના ઉદય હો જાતા હૈ. ૪૭૩.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧, પાનું-પ૩)
* * * * હે આત્મન્ ! તારે લોકનું શું પ્રયોજન છે? આશ્રયનું શું પ્રયોજન છે? દ્રવ્યનું શું પ્રયોજન છે? શરીરનું શું પ્રયોજન છે? વચનોનું શું પ્રયોજન છે? ઇન્દ્રિયોનું શું પ્રયોજન છે? પ્રાણોનું શું પ્રયોજન છે? તથા તે વિકલ્પોનું પણ તારે શું પ્રયોજન છે? અર્થાત્ આ બધાનું તારે કાંઈ પણ પ્રયોજન નથી. કારણ કે તે બધી પુદગલની પર્યાયો છે અને તેથી તારાથી ભિન્ન છે. તે પ્રમાદે વશ થઇને વ્યર્થ જ આ વિકલ્પો દ્વારા કેમ અતિશય બંધનનો આશ્રય કરે છે? ૪૭૪.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, અધિ. ૧, શ્લોક-૧૪૯ ) * કર્મબંધ કરનારું કારણ, નથી બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, નથી ચલનસ્વરૂપ કર્મ (અર્થાત્ કાય - વચન- મનની ક્રિયારૂપ યોગ ), નથી અનેક પ્રકારના કરણો કે નથી ચેતન- અચેતનનો ઘાત. “ઉપયોગભૂ” અર્થાત્ આત્મા રાગાદિક સાથે જે ઐકય પામે છે તે જ એક (–માત્ર રાગાદિક સાથે એકપણે પામવું તે જ – ) ખરેખર પુરુષોને બંધનું કારણ છે. ૪૭પ.
( શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૧૬૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com