________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦)
(પરમાગમ – ચિંતામણિ * હે ચિદાનંદરામ! પોતાને અમર કરીને અવલોકો ! મરણ તમારામાં નથી. જેમ કોઈ ચક્રવર્તી, જેના ઘરમાં ચૌદ રત્ન અને નવ નિધિ, છતાં તે દરિદ્રી થયો થકો ફરે છે તે પોતાના ચક્રવર્તીપદના અવલોકન-માત્રથી ચક્રવર્તી પોતે થાય, તેમ સ્વપદને પરમેશ્વરરૂપ અવલોકે તો તે પરમેશ્વર છે. જુઓ કેવી મોટી ભૂલ! કે અવલોકનમાત્રથી પરમેશ્વર થાય એવી અવલોકના તો ન કરે અને ઇન્દ્રિયચોરને વશ બની પોતાના નિધાનને લૂંટાવી દરિદ્રી થઈ, ભવવિપત્તિ ભરે છે, ભૂલ મટાડતો નથી. ૪૭૬.
( શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું – ૪૫) * જે યોગી કલ્પનાના ભયથી (-નિર્વિકલ્પ ધ્યાન નહિ થઇ શકે એવા ભયથી) શ્રુતજ્ઞાનની ભાવનાનું આલંબન કરતાં નથી તે અવશ્ય પોતાના આત્માના વિષયમાં મોહિત થઈ જાય છે તથા અનેક બાહ્ય ચિંતાઓને પણ ધારણ કરે છે. તેથી મોહનો નાશ કરવા માટે તથા બાહ્ય ચિંતાઓને દૂર કરવા માટે અને એકાગ્રતાની સિદ્ધિ કરવા માટે સૌથી પહેલાં શ્રુતથી પોતાના આત્માનો વિચાર કરવો જોઇએ. ૪૭૭.
(શ્રી નાગસેન મુનિરાજ, તત્ત્વાનુશાસન, શ્લોક-૧૪૫-૧૪૬ )
* * *
* યહ દષ્ટિ જગતને પ્રપંચ ભાવોમેં લગી રહતી હૈ. યહુ દષ્ટિ વર્તમાન પ્રાપ્ત શરીરને સંસ્કાર વ સુખોમેં તન્મય રહતી હૈ. વહી દષ્ટિ જબ પ્રપંચસે ઔર શરીરસે હટકર અપને આત્માને સ્વભાવ પર જાતી હૈ, જિસકા સ્વભાવ શ્રી સિદ્ધ જિન પરમાત્માને સમાન હે તબ ઈન્દ્રિયોંસે છૂટકર અતીન્દ્રિય આત્માકા અનુભવ હોનેસ કર્મોકી નિર્જરા હોતી હૈ. ૪૭૮.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ-શુદ્ધસાર, શ્લોક-ર૬O) * સર્વ ચિંતા ત્યાગવા યોગ્ય છે; આ જાતની બુદ્ધિ તે તત્ત્વને પ્રગટ કરે છે કે જે ચૈતન્યરૂપ મહાસમુદ્રની વૃદ્ધિમાં શીધ્ર જ ચંદ્રમાનું કામ કરે છે. ૪૭૯,
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી, પંચવિંશતિ, નિશ્ચય પંચાશત, શ્લોક-૩૫ ) | * પોતાના આત્માના વિચારમાં નિપુણ રાગરહિત જીવો દ્વારા નિર્દોષ શ્રુતજ્ઞાનથી પણ આત્મા કેવળજ્ઞાન સમાન જાણવામાં આવે છે. ૪૮O.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, જીવ અધિકાર, ગાથા-૩૪ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com