________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ )
(પરમાગમ – ચિંતામણિ * સંસારકો અનિત્ય, દુઃખોંકા ઘર વ અસાર વિચારે, શરીરકો અપવિત્ર વ નાશવંત સોચે વ ઇન્દ્રિયભોગૉકો ક્ષણભંગુર વ અતૃતિકારી જાનં. સંસારકી સર્વપર્યાય ત્યાગને યોગ્ય હૈ. કેવલ એક શુદ્ધ આત્માકી પરિણતિ હી ગ્રહણ કરને યોગ્ય હૈ. એંસા વૈરાગ્ય જિસકો હોગા વહી મોક્ષપ્રાપ્તિ કરનેકા પ્રેમી હોગા. ૪૬૦.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ – ભાગ-૧, પાનું – ૧૭૪)
* * *
* ખરેખર આ ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય-ભાવો મળે (દ્રવ્ય- ભાવરૂપ ઘણાં ભાવો મળે), જે અતસ્વભાવે અનુભવાતા (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે નહિ પરંતુ પરસ્વભાવરૂપે અનુભવાતા), અનિયત અવસ્થાવાળા, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે, તે બધાય પોતે અસ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય હોવાથી અપદભૂત છે. અને જે તસ્વભાવે અનુભવાતો, નિયત અવસ્થાવાળો, એક, નિત્ય અવ્યભિચારી ભાવ (ચૈતન્યમાત્ર જ્ઞાન-ભાવ છે, તે એક જ પોતે સ્થાયી હોવાને લીધે સ્નાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ થઇ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે. તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડી, જે સ્થાયીભાવરૂપ છે એવું પરમાર્થરસપણે સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવાયોગ્ય છે. ૪૬૧.
( શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર–ટીકા, ગાથા-૨૦૩)
*
*
*
* મન તો પરમેશ્વરમાં મળી ગયું છે અને પરમેશ્વર મન સાથે મળી ગયા છે; બને એકરસ થઇને રહ્યા છે, તો હું પૂજાની સામગ્રી કોને ચઢાવું? ૪૬ર.
(મુનિવર રામસિંહ, પાહુડ- દોહા, ગાથા-૪૯ ) * મૂર્ખ બહિરાત્મા બાહ્ય પદાર્થોનો ત્યાગ અને ગ્રહણ કરે છે, આત્માના સ્વરૂપને જાણનાર અંતરાત્મા અંતરંગ રાગ-દ્વેષનો ત્યાગ અને સમ્યક્રરત્નત્રયરૂપ ગ્રહણ કરે છે, પરંતુ શુદ્ધસ્વરૂપમાં સ્થિત આત્માને અંતરંગ અને બહિરંગ કોઈ પણ પદાર્થનો ન તો ત્યાગ હોય છે અને ન તો ગ્રહણ હોય છે. ૪૬૩.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૪૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com