________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨).
(પરમાગમ – ચિંતામણિ * જિનસૂત્ર અનુસાર ઉપદેશ દેનાર ઉત્તમ વકતા કદાચ રોષ કરે તો પણ તે ક્ષમાનો ભંડાર છે; અને જે પુરુષ જિનસૂત્રથી વિરૂદ્ધ ઉપદેશ આપે છે તેની ક્ષમા પણ રાગાદિક દોષનું તથા મિથ્યાત્વાદિનું ઠેકાણું છે. (આ ગાથા ૫. ટોડરમલ્લજીઓ મોક્ષમાર્ગ પ્રકાશમાં ઉધૂત કરી છે, પાનું – ૩(૧) ૪૩૯,
(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાલા, શ્લોક-૧૪) * હે જીવ! તૂને ભીષણ (ભયંકર) નરકગતિ તથા તિર્યંચગતિમેં ઔર કુદેવ કુમનુષ્યગતિમે તીવ્ર દુઃખ પાયે હૈ, અતઃ અબ તૂ જિનભાવના અર્થાત્ શુદ્ધ આત્મતત્ત્વકી ભાવના ભા, ઇસસે તેરે સંસારકા ભ્રમણ મિટેગા. ૪૪૦.
(શ્રી કુંદકુંદચાર્ય, ભાવપાહુડ, ગાથા-૮) * જેમને આત્માનો અનુભવ થયો નથી તેવા લોકોને ગ્રામ કે અરણ્ય એવા બે પ્રકારના નિવાસસ્થાન છે. પરંતુ જેમને આત્મસ્વરૂપનો અનુભવ થયો છે તેવા જ્ઞાની પુરુષોને, ચિત્તની વ્યાકુલતા રહિત, રાગાદિ રહિત શુદ્ધ આત્મા જ નિવાસ્થાન છે. ૪૪૧.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર ગાથા-૭૦)
* * * * જે મનુષ્ય, બીજા જીવના પદાર્થો અથવા ધન હરે છે તે મનુષ્ય તે જીવના પ્રાણ હરે છે, કેમ કે જગતમાં જે આ ધનાદિ પદાર્થો પ્રસિદ્ધ છે તે બધાં જ મનુષ્યોને બાહ્યપ્રાણ છે. ૪૪૨.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પુરુષાર્થસિદ્ધિ ઉપાય, શ્લોક-૧૦૩) * જો ક્રોધાગ્નિ વડે મન કલુષિત થઈ જાય તો, નિરંજનતત્ત્વની આવી ભાવનારૂપ નિર્મળ જળ વડ આત્માનો અભિષેક કરવો; – કે જ્યાં જ્યાં જોઉં ત્યાં કંઈ પણ મારું નથી, હું કોઈનો નથી ને કોઈ મારું નથી. (આવી તત્ત્વભાવના વડે ક્રોધ શાંત થઈ જાય છે.) ૪૪૩.
(મુનિવર રામસિંહ, પાહુડ-દોહા, ગાથા-૧૪૦) * જ્ઞાની પાપોથી લપાતો નથી જેમ સૂર્ય અંધકારથી વ્યાપ્ત થતો નથી, જ્ઞાની જેમ વિષયોથી બંધાતા નથી કવચ પહેરેલો યોદ્ધો બાણોથી વિંધાતો નથી. ૪૪૪.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, ચૂલિકા, અધિકાર, ગાથા-૩૦)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com