________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦)
(પરમાગમ – ચિંતામણિ * જગતમાં જે કોઈ જેવી વસ્તુ જે કોઇ જેવડા ચૈતન્યસ્વરૂપ કે અચૈતન્યસ્વરૂપ દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી જ અનાદિથી જ વર્તે છે તે, ખરેખર અચલિત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય હોવાથી, તેમાં જ (પોતાના કેવડા દ્રવ્ય-ગુણમાં જ) વર્તે છે પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ પામતી નથી. અને દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે નહિ સંક્રમતી તે, અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? કદી ના પરિણમાવી શકે.) માટે પરભાવ કોઇથી કરી શકાય નહિ. ૪૨૯.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૧૦૩)
* * *
* બ્રહ્મચર્ય, તપ, સંયમ, વ્રત, દાન, પૂજા આદિ અથવા અસંયમ, કષાય, વિષય-ભોગ આદિ એમાં કોઇ શુભ અને કોઇ અશુભ છે, આત્મસ્વભાવનો વિચાર કરવામાં આવે તો બંનેય કર્મરૂપી રોગ છે. ભગવાન વીતરાગદેવે બંનેને બંધની પરંપરા કહી છે. આત્મસ્વભાવની પ્રાપ્તિમાં બને ત્યાજ્ય છે. એક શુદ્ધોપયોગ જ સંસાર – સમુદ્રથી તારનાર, રાગદ્વેષનો નાશ કરનાર અને પરમપદ આપનાર છે. ૪૩૦.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, પુણ્ય-પાપ-એકત્વદ્વાર, પદ-૭) * કોઈ મિથ્યાદષ્ટિ જીવ એવી આશંકા કરશે કે જીવદ્રવ્ય જ્ઞાયક છે, સમસ્ત શયને જાણે છે, તેથી પરદ્રવ્યને જાણતાં કાંઇક થોડો ઘણો રાગાદિ અશુદ્ધ પરિણતિનો વિકાર થતો હશે ? ઉત્તર આમ છે કે પરદ્રવ્યને જાણતાં તો એક નિરંશમાત્ર પણ (વિકાર) નથી, પોતાની વિભાવ પરિણતિ કરતાં વિકાર છે, પોતાની શુદ્ધ પરિણતિ હોતાં નિર્વિકાર છે. ૪૩૧.
(શ્રી રાજમલ્લજી, કળશટીકા, કળશ-૨૨૨)
*
*
*
* પ્રતિમા ઉસે કહા ગયા હૈ જહાં રત્નત્રયધર્મકો તથા શુદ્ધ ઉત્કૃષ્ટ આત્મતત્ત્વકો મનન કિયા જાવે. યહુ અનુભ કિયા જાવે કિ મેરે આત્માકા અપનાહી સ્વભાવ શુદ્ધ સ્વરૂપી પરમાત્મા હૈ. ઐસા સ્વરૂપાચરણચારિત્ર હો તબ પ્રતિમા કહી જાતી હૈ. ૪૩ર.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૩૦૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com