________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
( ૭૯
પરમાગમ ચિંતામણિ )
* મુનિવરજનો નિરંતર સ્વરૂપસેવન કરે છે. માટે મારે પણ મારું ત્રૈલોકયપૂજ્ય સર્વોત્કૃષ્ટ પદ અવલોકી નિજકાર્ય કરવું છે. કર્મઘટામાં મારો સ્વરૂપસૂર્ય છુપાઇ રહ્યો છે. મારા સ્વરૂપસૂર્યનો પ્રકાશ કર્મઘટાથી જરાપણ હણાયો નથી, માત્ર આવરણ પામ્યો છે. ગમે તેટલું એ કર્મ ઘટાનું જોર વધી જાય તોપણ તે મારા સ્વરૂપને હણી શકે નહિ ચેતનને અચેતન કરી શકે નહિ. મારી જ ભૂલ થઇ. સ્વપદ ભૂલ્યો, ભૂલ મટી જાય તો મારું સ્વપદ તો જેમનું તેમ જ બની રહે છે. ૪૨૫.
( શ્રી દીપચંદજી, અનુભવ પ્રકાશ, પાનું – ૧૧ )
-
***
* કોઇ પુરુષ નિર્વિકાર-શુદ્ધાત્મભાવના સ્વરૂપ ૫૨મોપેક્ષા સંયમમાં સ્થિત રહેવા ઇચ્છે છે, પરંતુ તેમાં સ્થિત રહેવાને અશક્ત વર્તતો થકો કામક્રોધાદિ અશુભ પરિણામના વંચનાર્થે અથવા સંસારસ્થિતિના છેદનાર્થે જ્યારે પંચપરમેષ્ઠી પ્રત્યે ગુણસ્તવનાદિ ભક્તિ કરે છે, ત્યારે તે સૂક્ષ્મ ૫૨સમયરૂપે પરિણત વર્તતો થકો સરાગ સમ્યગ્દષ્ટિ છે. અને જો તે પુરુષ શુદ્ધાતમભાવનામાં સમર્થ હોવા છતાં પણ, તેને (શુદ્ધાત્મભાવનાને ) છોડીને ‘શુભોપયોગથી જ મોક્ષ થાય છે' એમ એકાંતે માને તો તે સ્થૂલ પ૨સમયરૂપ પરિણામ વડે અજ્ઞાની મિથ્યાદષ્ટિ થાય છે. ૪૨૬.
(શ્રી જયસેન આચાર્ય, પંચાસ્તિકાય-ટીકા, ગાથા-૧૬૫ )
* ખરેખર આ, સર્વ પદાર્થોના દ્રવ્યગુણપર્યાય સ્વભાવની પ્રકાશક પારમેશ્વરી (–૫૨મેશ્વરે કહેલી ) વ્યવસ્થા ભલી-ઉત્તમ-પૂર્ણ-યોગ્ય છે, બીજી કોઇ નહિ; કારણ કે ઘણાંય (જીવો ) પર્યાયમાત્રને જ અવલંબીને તત્ત્વની અપ્રતિપત્તિ જેનું લક્ષણ છે અવા મોહને પામતા થકા પ૨સમય થાય છે. ૪૨૭.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર–ટીકા, ગથા-૯૩)
***
* સમ્યગ્દર્શનકી નિર્મલ દૃષ્ટિ જબ પ્રકાશિત હોતી હૈ તબ અહિતકારી પર્યાય સંબંધી રાગ-દ્વેષાદિ મલ દિખલાઈ નહિ દેતે હૈં. ઇસીકી સહાયતાસે હી કેવલજ્ઞાન પૈદા હોતા હૈ. ઈસકે અભ્યાસકો ચલાનેસે ૫૨દ્રવ્યકે નિમિત્તસે હોનેવાલે ભાવ દૂર હો જાતે હૈ.
૪૨૮.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ-શુદ્ધસાર, શ્લોક-૫૫૩)
Please inform us of any errors on rajesh@Atma Dharma.com