________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૮૧ * જેમ દૂધમાં પડેલ ઇન્દ્રનીલમણિ પોતાના તેજથી દૂધમાં ચારે તરફ વ્યાપી જાય છે – પોતાના તેજ જેવું નીલું બનાવી લે છે તેવી જ રીતે જ્ઞયની મધ્યમાં રહેલા જ્ઞાન પોતાના પ્રકાશથી શેયસમૂહને સર્વ તરફથી વ્યાપીને તેને પ્રકાશિત કરે છે - પોતાનો વિષય બનાવી લે છે. ૪૩૩.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, જીવ અધિકાર, ગાથા-૨૧) * હે ભવ્ય! તું જીવને રસરહિત, રૂપરહિત, ગંધરહિત અવ્યક્ત અર્થાત્ ઇન્દ્રિયોને ગોચર નથી એવો, ચેતના જેનો ગુણ છે એવો, શબ્દ- રહિત, ચિહ્નથી જેનું ગ્રહણ નથી એવો એ જેનો કોઇ આકાર કહેવાતો નથી એવો જાણ. ૪૩૪.
(કુંદકુંદાચાર્ય, સમયસાર, ગાથા-૪૯) * જગતમાં તત્ત્વને કોઈ વિરલા પુરુષ સાંભળે છે. સાંભળીને પણ તત્ત્વને યથાર્થરૂપ વિરલા જ જાણે છે, જાણીને પણ તત્ત્વની ભાવના અર્થાત્ પુનઃ પુનઃ અભ્યાસ વિરલા જ કરે છે તથા અભ્યાસ કરીને પણ તત્ત્વની ધારણા (તત્ત્વનું ધારણ કરવું) તો વિરલાઓને જ હોય છે. ૪૩૫.
(શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા, ગાથા-૨૯૭) * જો પરદ્રવ્ય ઇષ્ટ- અનિષ્ટ હોત અને ત્યાં આ જીવ રાગ-દ્વેષ કરતો હોય તો મિથ્યા નામ ન પામત, પણ તે તો ઇષ્ટ-અનિષ્ટ નથી અને આ જીવ તેને ઇષ્ટ-અનિષ્ટ માની રાગ-દ્વેષ કરે છે તેથી એ પરિણામોને મિથ્યા કહ્યા છે. ૪૩૬.
(શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. ૪, પાનું – ૯૪) * એક તરફ સમ્યગ્દર્શનનો લાભ થતો હોય અને બીજી તરફ ત્રણ લોકનું રાજ્ય મળતું હોય તો પણ ત્રણ લોકના લાભ કરતાં સમ્યગ્દર્શનનો લાભ શ્રેષ્ઠ છે. ત્રણ લોકનું રાજ્ય પામીને પણ અમુક નિશ્ચિતકાલ પછી ત્યાંથી પતન થશે જ, અને સમ્યગ્દર્શનનો લાભ થતાં અવિનાશી મોક્ષ સુખ પ્રાપ્ત થાય છે. તેથી ત્રણ લોકના લાભ કરતાં સમ્યકત્વનો લાભ શ્રેષ્ઠ છે. ૪૩૭.
(શ્રી શિવકોટિ આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૭૪૬-૭૪૭) * શુદ્ધ ચિતૂપ હું છું, એ સ્મરણ કરતાં બીજું ઉત્તમ સ્મરણ, કદીય, ક્યાંય, કોઈનું પણ, કોઈએય, જોયું નથી, સાંભળ્યું નથી. ૪૩૮.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૨ (ગાથા-૧૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com