________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮)
(પરમાગમ – ચિંતામણિ * ભાવકર્મ જે મહારાગદ્વેષરૂપ- અશુદ્ધ ચેતનારૂપ-પરિણામ, તે અશુદ્ધ પરિણામ વર્તમાનમાં જીવની સાથે એક પરિણમનરૂપ છે, તથા અશુદ્ધ પરિણામની સાથે વર્તમાનમાં જીવ વ્યાપ્ય વ્યાપકરૂપ પરિણમે છે. તેથી તે પરણામોનો જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે, તોપણ સુક્ષ્મ સંધિનો ભેદ પાડતાં ભિન્ન પ્રતીતિ થાય છે. ૪૨૦.
(શ્રી રાજમલ્લજી, કળશટીકા, કળશ-૧૮૧) * પરમાત્મતત્ત્વના પ્રતિપાદક શાસ્ત્રના માત્ર એક જ વચન વડે પણ જે સારભૂત આત્મતત્ત્વને જાણે છે તે તો શાસ્ત્રસમુદ્રનો પાર પામશે; પણ બીજા આત્મજ્ઞાન વગર દિનરાત ભણીને થાકી જાય તોપણ શાસ્ત્રનો કે ભવનો પાર નહિ પામે. ૪૨૧.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક-૪૯) * “મારું એમ મંતવ્ય છે કે- આત્મા જુદો છે અને તેની પાછળ જનારું કર્મ જુદું છે; આત્મા અને કર્મની અતિ નિકટતાથી જે વિકૃતિ થાય છે તે પણ તેવી જ રીતે (આત્માથી) જુદી છે; વળી કાળ-ક્ષેત્રાદિક જે છે તે પણ (આત્માથી) જુદાં છે. નિજ નિજ ગુણકળાથી અલંકૃત આ બધુંય જુદે જુદું છે (અર્થાત્ પોતપોતાના ગુણો અને પર્યાયોથી યુક્ત સર્વ દ્રવ્યો અત્યન્ત જુદે જુદાં છે ).” ૪૨૨.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, એકત્વ સપ્તતિ, શ્લોક-૭૯ )
* * *
* નરભવ કાંઈ સદા તો રહે નહિ, સાક્ષાત્ મોક્ષસાધન જ્ઞાનકળા આ ભવ વિના અન્ય જગ્યાએ ઊપજતી નથી. માટે વારંવાર કહીએ છીએ કે – નિજબોધકળાના બળ વડે નિજસ્વરૂપમાં રહો. નિરંતર એ જ યત્ન કરો. આવું વારંવાર કહ્યું તો બાળક પણ ન કરાવે. તમે તો અનંત જ્ઞાનનાં ધણી બની, આવી ભૂલ ધારો છો એ જોઇ મોટું અચરજ આવે છે. ૪૨૩.
(શ્રી દીપચંદજી અનુભવપ્રકાશ, પાનું –૩૮) * હે પંડિત! જૈસે લોહેકી સાંકલકો તૂ સાંકલ સમજતા હૈ ઉસી તરહ તુ સોનેકી સાંકલકો ભી સાંકલ હી સમજ. જો શુભ -અશુભ દોનોં ભાવોંકા પરિત્યાગ કર દેતે હૈ, નિશ્ચયસે વે હી જ્ઞાની હોતે હૈં. ૪૨૪.
(શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા-૭ર )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com