________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬)
(પરમાગમ – ચિંતામણિ * શુદ્ધ-અશુદ્ધની જે વિકલ્પના (વિપરીત કલ્પના) તે મિથ્યાદષ્ટિને હંમેશા હોય છે. સમ્યગષ્ટને તો હંમેશા (એવી માન્યતા હોય છે કે, કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ છે. આ રીતે પરમાગમના અતુલ અર્થને સારાસારના વિચારવાળી સુંદર બુદ્ધિ વડ જે સમ્યગ્દષ્ટિ સ્વયં જાણે છે, તેને અમે વંદન કરીએ છીએ. ૪O°.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૭૨ ) * શ્રી આચાર્યદવ કહે છે કે જેને દર્શનની વિશુદ્ધિ થઈ ગઈ છે તે પવિત્ર આત્મા મુક્ત જ છે - એમ અમે માનીએ છીએ. કેમ કે દર્શનશુદ્ધિને જ મોક્ષનું મુખ્ય કારણ માનવામાં આવ્યું છે. ૪૧૦.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનર્ણવ, સર્ગ-૬, ગાથા-પ૭)
* * *
* અબ મૈને ઉસ ઇષ્ટ પ્રિય વસ્તુકો દેખ લિયા હૈ જિસકે લિયે મેરા ઉદેશ્ય થી, જિસકે લિયે મેરી ચાહ થી, અર્થાત્ મેં શુદ્ધ સ્વરૂપના અનુભવ ચાહતા થા સો મુજે સમ્યગ્દર્શનકે લાભસે શુદ્ધાત્માના દર્શન યા અનુભવ હો ગયા હૈ. આત્માકા દર્શન હોતે હી માનો મેરે પ્રગટ સર્વ બંધન વિલા ગયે હૈં. અર્થાત્ મૈંને શરીર વ કર્મોક બંધનોકો પર અનુભવ કિયા હૈ, નિશ્ચયનયસે મુજબ મેરેમેં યહ બંધન દિખતે હી નહિ, મેં અપનકો બંધન મુક્ત અનુભવ કર રહા હું. અનંત ગુણધારી આત્માકી રુચ હોનેસે હી દર્શનમોહનીયકર્મકા અંધકાર દૂર હો ગયા હૈ. ૪૧૧.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨, પાનું –૧૯૭)
* * * * મોક્ષાભિલાષીઓ માટે ચૈતન્યસ્વરૂપ આત્મા જ મોક્ષનો માર્ગ છે, આત્માથી અન્ય કોઇ પણ મોક્ષમાર્ગ નથી તથા આનંદ પણ આત્મામાં જ છે પરંતુ તેના સિવાય અન્ય કયાંય પણ આનંદની પ્રતીતિ થતી નથી, માટે ભવ્ય જીવોએ તેનું ધ્યાન કરવું જોઇએ. ૪૧૨.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, એકત્વ સપ્તતિ, શ્લોક-૪૬) * જો શુદ્ધ આત્માકો અશુચિ શરીરસે ભિન્ન સમજતા હૈ, વહ શાશ્વત સુખમેં લીન હોકર સમસ્ત શાસ્ત્રોંકો જાનતા હૈ. ૪૧૩.
(શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા-૯૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com