________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
( ૭૫
ચિંતામણિ )
* જેમ નિશ્ચયથી ( ખરેખર) જેણે સિંહને જાણ્યો નથી તેને બિલાડી જે સિંહરૂપ થાય છે તેમ જેણે નિશ્ચયનું સ્વરૂપ જાણ્યું નથી તેમને વ્યવહાર જ નિશ્ચયરૂપ થાય છે અર્થાત્ તેઓ વ્યવહારને જ નિશ્ચય માની બેસે છે. ૪૦૨.
પરમાગમ
1
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પુરુષાથ સિદ્ધિ ઉપાય, શ્લોક-૭) * જે મોક્ષના સાચા કારણને તો જાણતો નથી, અને માત્ર અક્ષરના જ્ઞાનવડે જ ગર્વિત થઇને ફરે છે તે તો, જેમ વંશ વગરનો વેશ્યાપુત્ર જ્યાં-ત્યાં હાથ લંબાવીને ભીખ માંગતો ભટકે, તેના જેવો છે. ૪૦૩.
(મુનિવર રામસિંહ, પાહુડ–દોડા, ગાથા-૮૬) * આ સાક્ષાત્ (સર્વ પ્રકારે) સંવર ખરેખર શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિથી થાય છે અને તે શુદ્ધ આત્મતત્ત્વની ઉપલિબ્ધ ભેદવિજ્ઞાનથી જ થાય છે. માટે તે ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે. ૪૦૪.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર–ટીકા, કળશ- ૧૨૯ ) * જો સિદ્ધ હો ચૂકે હૈં. ભવિષ્યમેં હોંગે ઔર વર્તમાનમેં હોતે હૈં, વે સબ નિશ્ચયસે આત્મદર્શનસે હી સિદ્ધ હુએ હૈં યહ ભ્રાંતિરહિત સમજો. ૪૦૫.
(શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા-૧૦)
* શુદ્ધ ચૈતન્યદ્રવ્ય સાથે અણમળતા છે જે રાગાદિ અશુદ્ધભાવ, શરીર આદિ, સુખદુ:ખ આદિ નાના પ્રકારના અશુદ્ધ પર્યાયો, તે બધાં જીવદ્રવ્યસ્વરૂપ નથી. કેવા છે અશુદ્ધભાવ ? મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે મળતા નથી. શા કારણથી ? કારણ કે જિનસ્વરૂપને અનુભવતાં, જેટલા છે રાગાદિ અશુદ્ધ વિભાવપર્યાયો તે મને પરદ્રવ્ય છે, કેમ શુદ્ધ ચૈતન્યલક્ષણ સાથે મળતા નથી, તેથી સમસ્ત વિભાવ પરિણામ તૈય છે.
૪૦૬.
(શ્રી રાજમલજી, કળશટીકા, કળશ-૧૮૫ )
* ‘હું ૫૨નો નથી, ૫૨ મારાં નથી, હું એક જ્ઞાન છું' એમ જે ધ્યાવે છે, તે ધ્યાતા ધ્યાનકાળે આત્મા અર્થાત્ શુદ્ધાત્મા થાય છે. ૪૦૭.
(શ્રી કુંદકુંદ આચાર્ય, પ્રવચનસાર, ગાથા -૧૯૧ ) આખા દેહમાં હું જ નર ચેતનરૂપ વસુ છું.
* નખથી માંડીને શિખા સુધી આ જે ક્ષણે હું મને જ જોઊં છું તે ક્ષણે હું ચેતનભૂપ છું. ૪૦૮. (શ્રી દીપચંદજી, આત્માવલોકન, પાનું – ૧૬૧ )
-
Please inform us of any errors on rajesh@AtmaDharma.com