________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૭૩ * હે જીવ! આત્મકલ્યાણને અર્થે કંઇક યત્ન કર! કર! કેમ શઠ થઇ પ્રમાદી બની રહે છે? જ્યારે એ કાળ પોતાની તીવ્ર ગતિથી આવી પહોંચશે ત્યારે યત્ન કરવા છતાં પણ તે રોકાશે નહિ – એમ તું નિશ્ચય સમજ. ક્યારે, ક્યાંથી અને કેવી રીતે એ કાળ અચાનક આવી ચડશે તેની પણ કોઈને ખબર નથી. એ દુષ્ટ યમરાજ જીવને કાંઈ પણ સૂચના પહોંચાડ્યા સિવાય એકાએક હુમલો કરે છે તેનો તો કાંઈક ખ્યાલ કર! કાળની અપ્રત અરોક ગતિ આગળ મંત્ર, તંત્ર અને ઔષધાદિ સર્વ સાધન વ્યર્થ છે. ૩૯૨.
( શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૭૮)
* * *
* ચેતના શુદ્ધજીવનું સ્વરૂપ છે. તેને જાણે જ્ઞાતા-જીવને આવા ભાવ થાય છે - હવે મેં શુદ્ધચેતનાનું સ્વરૂપ જાણ્યું. હું જ્ઞાનદર્શનચારિત્રરૂપ છું, વિકારરૂપ હું નથી, સિદ્ધ સમાન છું, બંધ, મોક્ષ, આસ્રવ, સંવરરૂપ હું નથી, હવે હું સંસારથી ભિન્ન થયો,
સ્વરૂપગજ ઉપર હું આરૂઢ થયો, સ્વરૂપગૃહમાં પ્રવેશ કર્યો. આ સંસારપરિણામોનો હું તમાસગીર થયો. હવે હું પોતે પોતાના સ્વરૂપને દેખું જાણું, એટલો વિચાર તો વિકલ્પ છે અને જ્ઞાનો પ્રત્યક્ષ રસ વેદવો તે ભાવમાં અનુભવ છે, વિચાર પ્રતીતિરૂપ સાધક છે, અનુભવનો ભાવ સાધ્ય છે. સાધક-સાધ્યભેદ જાણે તો વસ્તુની સિદ્ધિ થાય. ૩૯૩.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું- ૪૬)
*
*
*
* એક ઘડી કે અર્ધ ઘડી પણ દરરોજ જિનાકાર (જિનસ્વરૂપ) જેવા પોતાના સ્વરૂપનું અનુસંધાન (ધ્યાન) કરવું જોઇએ, જેથી ભવોભવના કર્મોના ઢગલા પણ એવી રીતે વિલીન થઈ જશે કે જેવી રીતે સૂર્યનો ઉદય થતાં જ અંધકાર વિલીન થઈ જાય છે. ૩૯૪.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક-૨૮) * તત્ત્વદષ્ટિથી જોતાં, રાગદ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી, કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે. ૩૯૫.
( શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૨૧૯ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com