________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૭૧ * જે જીવ ખરેખર મોક્ષને અર્થે ઉદ્યમી ચિત્તવાળો વર્તતો થકો, અચિંત્ય સંયમતપભાર સંપ્રાપ્ત કર્યો હોવા છતાં પરમવૈરાગ્યભૂમિકાનું આરોહણ કરવામાં સમર્થ એવી પ્રભુશક્તિ ઉત્પન્ન કરી નહિ હોવાથી, “પીંજણને ચોટેલ રૂ, ના ન્યાયે નવ પદાર્થો તથા અર્વતાદિની રુચિરૂપ (પ્રીતિરૂપ) પરસમયપ્રવૃત્તિનો પરિત્યાગ કરી શકતો નથી, તે જીવ ખરેખર સાક્ષાત્ મોક્ષને પ્રાપ્ત કરતો નથી પરંતુ દેવલોકાદિના કલેશની પ્રાતિરૂપ પરંપરા વડે તેને પ્રાપ્ત કરે છે. ૩૮૩.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પંચાસ્તિકાય-ટીકા, ગાથા-૧૭)
* * * * જેમ શિકારીના ઉપદ્રવ વડ ભયભીત થયેલું સસલું અજગરના ખુલ્લાં મોઢાને દર – બિલ જાણી પ્રવેશ કરે છે તેમ અજ્ઞાની જીવ ભુધા, તૃષા, કામક્રોધાદિક તથા ઇન્દ્રિયના વિષયની તૃષ્ણાના આતાપ વડ સંતાપિત થઇને વિષયાદિકરૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે, તેમાં પ્રવેશ કરીને પોતાના જ્ઞાન, દર્શન, સુખ, સત્તાદિક ભાવપ્રાણનો નાશ કરી નિગોદમાં અચેતનતુલ્ય થઇને અનંતવાર જન્મ-મરણ કરતો થકો અનંતકાળ વ્યતીત કરે છે કે જ્યાં આત્મા અભાવતુલ્ય જ છે. ૩૮૪.
(શ્રી સમતભદ્રાચાર્ય, રત્નકાંડશ્રાવકાચાર, ગાથા-૧૨૧, સદાસુખજીની ટીકા, પાનું- ૬૦૯)
* * *
* મારું આયુષ્ય ઘણું લાંબુ છે, હાથ-પગ વગેરે બધા અવયવો ખૂબ મજબૂત છે, આ લક્ષ્મી પણ મારા વશમાં છે તો પછી હું નકામો વ્યાકુળ શા માટે થાઉં? ઉત્તરકાળમાં જ્યારે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે ત્યારે હું નિશ્ચિત થઇને ખૂબ ધર્મ કરીશ. ખેદની વાત છે કે આ જાતનો વિચાર કરતાં કરતાં આ મૂર્ખ પ્રાણી કાળનો કોળિયો બની જાય છે. ૩૮૫.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, અધિ, -૧, શ્લોક-૧૭૦) * સમ્યગ્દષ્ટિને લિખને યોગ્ય, ગ્રહણ કરને યોગ્ય, અનુભવ કરને યોગ્ય અપને આત્માને સ્વભાવકો અનુભવ કર લિયા હૈ. વહુ આત્મિક પદકે ભીતર જમનેમેં વિચક્ષણ હો ગયા હૈ. ભેદવિજ્ઞાનકી કલાસે સમ્યકત્વીક ભીતર સ્વાનુભવની કલા જગ ગઈ હૈ. ઉસને ઉધોતરૂપ આત્મદર્શનકો દેખ લિયા હૈ તથા પ્રકાશમાન અપને પ્રિય પરમાત્મ સ્વભાવકો પ્રગટ કરનેકા પ્રેમ ઉસને પ્રાપ્ત કર લિયા હૈ. ૩૮૬.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧, પાનું - ૧૧૦)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com