________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૬૯
પરમાગમ ચિંતામણિ )
* અરેરે! સંસારમાં ભમતાં જીવને નથી તો સંત દેખાતા કે નથી તત્ત્વ દેખાતું; અને પરની રક્ષાનો ભાર ખભે લઇને ફરે છે! ઇન્દ્રિયો અને મનરૂપી ફોજને સાથે લઇને પરની રક્ષા માટે ભમ્યા કરે છે! ૩૭૫,
1
(મુનિરાજ રામસિંહ, પાહુડ દોહા, ગાથા-૧૯૧)
* જેનાથી અનાદિ મિથ્યાત્વરોગ મટે એવા નિમિત્તોનું મળવું તો ઉત્તરોત્તર મહાદુર્લભ જાણી આ (હહુકા ) નિષ્કૃષ્ટકાળમાં જૈનધર્મનું યથાર્થ શ્રદ્ધાનાદિ થવું તો કઠણ છે જ, પરંતુ તત્ત્વનિર્ણયરૂપ ધર્મ તો બાળ, વૃદ્ધ, રોગી, નીરોગી, ધનવાન, નિર્ધન; સુક્ષેત્રી તથા કુક્ષેત્રી ઇત્યાદિ સર્વ અવસ્થામાં પ્રાપ્ત થવા યોગ્ય છે, તેથી જે પુરુષ પોતાના હિતનો વાંછક છે તેણે તો સર્વથી પહેલાં આ તત્ત્વનિર્ણયરૂપ કાર્ય જ કરવું યોગ્ય છે. ૩૭૬.
(શ્રી ભાગચંદજી, સત્તાસ્વરૂપ, પાનું –૪)
***
* જગતમાં બીજા જીવોની ચોકી વિના આત્મગુણો ધરનાર જીવો બહુ અલ્પ છે. બહુધા જગતવાસી જીવો લોકિનંદાના ભયથી જ પૂર્વ મહાપુરુષોએ યોજેલી સુંદર બાહ્ય મર્યાદામાં પ્રવર્તે છે. અને તે પણ હિતકારક છે. ભગવાનનો અને આત્મમલિનતાનો જીવને જેટલો ભય નથી એટલો જગતનો ભય જીવોને મર્યાદામાં રાખી રહ્યો છે, બાકી સર્વ જીવો મનોયોગ પ્રમાણે કાયયોગને જો મોકળો મૂકે તો જગતની અને જગત-વાસી જીવોની કેટલી અકથ્ય અંધા-ધૂંધી થાય ? દુર્જનો એક રીતે સજ્જનોની સજ્જનતાના દરમાયા વિનાના (વગર પગારના) રખાવાળ છે, તેથી જ મહાપુરુષો કહે છે કે – જગત એક રીતે ગુરુની ગરજ સારે છે.” ૩૭૭.
66
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૪૦)
***
* ઘણા લાંબા સમયથી જે ઘડામાં મળ-મૂત્ર ભર્યા હોય તે ઘડાને જળથી ધોવા છતાં તેમાંથી દુર્ગંધ જતી નથી. તેમ સમ્યક્ત્વરૂપી જળથી જ્ઞાનામૃતસ્વરૂપ ઘટને ધોવા છતાં વિષયજન્ય વાસનાના સંસ્કાર જતાં તેથી સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને, જેમ રોગીને ઔષધી સેવનની રુચિ નથી છતાં રોગવશ ઔષધીનું સેવન કરવું પડે છે તેમ વિષયોની રુચિ નહિ હોવા છતાં, વાસનાના સંસ્કારવશ વિષયોનો ત્યાગ થઇ શકતો નથી. ૩૭૮.
(શ્રી કુંદકુંદાચાર્ય, ૨૫ણસાર, ગાથા-૧૩૯–૧૪૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com