________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૭
પરમાગમ – ચિંતામણિ)
* હે આત્મ! જેમ પરપદાર્થોને પ્રતિદિન તું સ્મરે છે તેમ જ શુદ્ધ આત્મસ્વરૂપને સ્મરે તો મોક્ષ શું તને હસ્તગત ન થાય ? ૩૬૫.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૧૫, ગાથા-૬ ) * માતાના ગર્ભમાં રહેવાથી જે દુઃખી થાય છે તે નરકની માફક અતિશય તીવ્ર હોય છે તથા કુંભીપાક સમાન હોય છે. (ઘડાની માફક શરીરને અગ્નિમાં નાખે છે. ) નરકમાં નારકી જીવ અન્ય નારકીને ખૂબ રીબાવી-રીબાવીને બાળે છે તેવું દુ:ખ ગર્ભમાં જીવને થાય છે. વળી ગર્ભાશય રુધિરથી અતિશય ધૃણાસ્પદ હોય છે. એવા ગર્ભમાં મારે રહેવું પડશે એવો ભય જેના મનમાં ઉત્પન્ન થવાથી, તેનાથી દૂર રહેવા માટે મુનિરાજ હંમેશા જિનવાણીના ચિંતનમાં તત્પર થાય છે. ૩૬૬.
( શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, અણગાર ભાવના, ગાથા-૪૧)
*
*
*
* જેના ગર્ભવતરણ પહેલાં સર્વોત્કૃષ્ટ રિદ્ધિનો સ્વામી ઇન્દ્ર બે કર જોડી પર્ણ વિનીત પરિણામે કિંકરની જેમ જેને વંદન કરે છે, વળી જે મહાન આત્મા યુગમ્રષ્ટા છે, ચક્રવર્તી જેવા જેના બારણ પનોતા વિશિષ્ટ પુણ્યવાન પુત્ર છે, એવા શ્રી આદિનાથ સ્વામીએ સુધાવંતપણે પૃથ્વી વિષે ઘેર ઘેર આહાર અર્થે પરિભ્રમણ કર્યું. અહો ! વિધાતા (કર્મ) નો વિલાસ ખરેખર આશ્ચર્ય પમાડે છે, અતિશય અલંધ્ય, કોઈથી મટાડી શકાય નહિં એવો મહા સમર્થ છે. ૩૬૭.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૧૯)
* * * * પોતે કરેલાં કર્મના ફળાનુબંધને સ્વયં ભોગવવા માટે તું એકલો જન્મમાં તેમ જ મૃત્યુમાં પ્રવેશે છે, બીજું કોઈ (સ્ત્રી-પુત્ર-મિત્રાદિક) સુખ દુઃખના પ્રકારોમાં બિલકુલ સહાયભૂત થતું નથી; પોતાની આજીવિકા માટે (માત્ર પોતાના સ્વાર્થ માટે સ્ત્રી -પુત્ર મિત્રાદિક ) ધૂતારાની ટોળી તને મળી છે. ૩૬૮.
(શ્રી સોમદેવ, યશસ્તિલક ચપૂ. અધિકાર બીજો, શ્લોક-૧૧૯ ) * ઘેલા લોકો તને ઘેલો – ગાંડો કહે તો તેથી તું ક્ષુબ્ધ થઇશ મા, લોકો ગમે તેમ બોલે, તું તો મોહને ઊખેડીને મહાન સિદ્ધિનગરીમાં પ્રવેશ કરજે. ૩૬૯.
(મુનિવર રામસિંહ, પાહુડ- દોહા, ગાથા-૧૪૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com