________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૬૫ * દેવાલયના પાષાણ, તીર્થનું જળ કે પોથીનાં સર્વે કાવ્યો વગેરે જે વસ્તુઓ ખીલેલી દેખાય છે તે બધી કાળરૂપી અગ્નિનું બંધન થઇ જશે. ૩૫૫.
(મુનિવર રામસિંહ, પાહુડ દોહા, ગાથા-૧૬૧) * કઠિન પરિશ્રમ કરીને યત્નથી કરવામાં આવેલા સંસારનાં બધાં કાર્યો, પાણીમાં માટીની પૂતળીની જેમ, ક્ષણભરમાં બિલકુલ નાશ થઇ જાય છે. જ્યારે આમ છે ત્યારે હું મૂર્ખ ! ઘણા ખેદની વાત છે કે એ સાંસારિક કાર્યની જ શા માટે પ્રવૃત્તિ કરવામાં આવે છે? બુદ્ધિમાન પ્રાણી ખાલી નિરર્થક પરિશ્રમ કરાવનારા કાર્યમાં ક્યારેય પણ નિશ્ચયથી વ્યાપાર કરતા નથી. ૩પ૬.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૮૦) * જે સંસારભયથી શ્રી તીર્થંકરાદિક ડર્યા તે સંસારભયથી જે રહિત છે તે મોટો સુભટ છે. ૩પ૭.
(શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. ૧, પાનું – ૨૪)
* * *
* ૫. બનારસીદાસજી કહે છે – હે ભાઈ ભવ્ય! મારો ઉપદેશ સાંભળો કે કોઇ પણ ઉપાયથી અને કોઈ પણ પ્રકારનો બનીને એવું કામ કર, જેથી માત્ર અંતર્મુહૂર્તને માટે મિથ્યાત્વનો ઉદય ન રહે, જ્ઞાનનો અંશ જાગ્રત થાય, આત્મસ્વરૂપની ઓળખાણ થાય. જિંદગીભર તેનો જ વિચાર, તેનું જ ધ્યાન, તેની જ લીલામાં પરમ રસનું પાન કરો અને રાગ-દ્રષમય સંસારનું પરિભ્રમણ છોડીને તથા મોહનો નાશ કરીને સિદ્ધપદ પ્રાપ્ત કરો. ૩૫૮.
(શ્રી બનારસીદાસ, નાટક સમયસાર, જીવઢાર, પદ-૪) * આત્મા મૂર્તિ (રૂપ, રસ, ગંધ, સ્પર્શ) રહિત હોવા છતાં પણ, શરીરમાં સ્થિત હોવા છતાં પણ તથા અદશ્ય અવસ્થાને પ્રાપ્ત હોવા છતાં પણ નિરંતર “દમ” અર્થાત્ “હું” આ ઉલ્લેખથી સ્પષ્ટપણે પ્રતીતિમાં આવે છે. એવી અવસ્થામાં હે ભવ્ય જીવો! તમે આત્મોન્મુખ ઇન્દ્રિય સમૂહથી સંયુક્ત થઇને કેમ મોહને પ્રાપ્ત થાવ છો ? ગુરુની આજ્ઞાથી પણ ભ્રમ છોડો અને અભ્યતરમાં નિશ્ચળ મનથી તે આત્માનું અવલોકન કરો. ૩૫૯.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, અધિ. -૧, શ્લોક – ૧૩૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com