________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪)
(પરમાગમ – ચિંતામણિ * જીવદ્રવ્યના નિપજાવેલા જે એક ચેતનમય પરિણામ છે તે પરિણામે જ પોતામાં સંસારભાવ- અશુદ્ધભાવ રચ્યો છે તેથી જીવના પરિણામ સંસારભાવના - અશુદ્ધભાવના કર્તા થાય છે. પરંતુ જીવદ્રવ્ય ક્યારેય કર્તા થતું નથી એ નિઃસંદેહ છે. પરંતુ એક વાત છે કે જીવના જે પરિણામ તે સંસારના કર્તા થયા છે તે પરિણામ આ જીવદ્રવ્યના છે તેથી વ્યવહારનયથી જીવદ્રવ્યને પણ કર્તા કહેવામાં આવે છે. ૩૪૯.
( શ્રી દીપચંદજી આત્માવલોકન, પાનું-૧૨૪) * હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં મારું અંતઃકરણ એવા ઉત્કૃષ્ટ આનંદથી પરિપૂર્ણ થઈ ગયું છે કે જેથી હું મને મુક્તિ પ્રાપ્ત થયેલ જ સમજું છું. ૩૫).
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, જિનવર સ્તવન, શ્લોક-૩)
* * *
* લોકનો સમાગમ કરવો તે અમને દુઃખરૂપ લાગે છે. ધનવાનોનો સમાગમ તેથી પણ વિશેષ દુઃખરૂપ લાગે છે અને ભૂપતિને મળવું તે તો મરણતુલ્ય દુઃખદ લાગે છે. એકલી એકાંતદશા અમને પ્રિય લાગે છે. ઈચ્છારૂપી અગ્નિથી મૂર્ણ જીવો બળી રહ્યાં છે, ઈચ્છા રહિત નિઃસ્પૃહી મહા સુખી છે. ઘાનતરાયજી કહે છે કે જ્ઞાની નિઃસ્પૃહ નિર્વાછક થઈને કર્મની સર્વ પ્રવૃત્તિને ટાળે છે. ૩૫૧.
(ધાનત વિલાસ, સવૈયા–૨૩) * અસંયત સમ્યગ્દષ્ટિ-મનુષ્યોનું પ્રમાણ સાતસો કરોડ માત્ર છે. ઉપર.
(શ્રી ધવલા, પુસ્તક-૫, પાનું – ૨૭૬ ) * નિર્મમતા ચિતવવા માટે કલેશ થતો નથી. પરની યાચના કરવી પડતી નથી, કોઈની ખુશામત કરવી પડતી નથી, કાંઈ ચિંતા થતી નથી. તેમ જ કાંઈ ધનાદિ ખર્ચવું પડતું નથી. માટે નિર્મમત્વભાવની સતત ચિંતવના કરવી. ૩૫૩.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૧૦, ગાથા-૧૭) * વધુ કેટલું કહેવું? –સ્વર્ગથી ટ્યુત થવાની પહેલાં મિથ્યાદષ્ટિ દેવને તીવ્ર દુઃખ થાય છે તે નારકીને પણ નથી હોતું. ૩૫૪.
(શ્રી જિનસેન આચાર્ય, મહાપુરાણ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com