________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨ )
(પરમાગમ – ચિંતામણિ * એક પોતાના આત્મા સિવાય અન્ય કોઈ વેરી નથી. માટે હે યોગી ! જે ભાવથી તે કર્મોનું નિર્માણ કર્યું તે પરભાવને તું મટાડ. ૩૮૭.
(મુનિરાજ રામસિંહ, પાહુડ-દોહા, ગાથા-૧૧૭) * આ સંસારમાં વિષયાંધ જીવોએ કૌતુહલપૂર્વક ભોગવી ભોગવીને છોડેલાં પદાર્થોને મોહમૂઢ જીવ ફરી ફરી ઈચ્છે છે. તું એ પરવતુરૂપ ભોગાદિમાં એટલો તીવ્ર રાગી થયો છે કે તેને તું વારંવાર આશ્ચર્યયુક્ત અને મહત્ત્વપૂર્ણ દૃષ્ટિએ જોઈ રહ્યો છે કે જાણે આ ક્ષણ પહેલાં એ ભોગાદિ પદાર્થો પૂર્વે મેં ક્યારેય દીઠાં નથી કે અનુભવ્યાં નથી. પણ ભાઈ ! એ ભોગાદિ પદાર્થો તે પૂર્વે અનંતવાર ભોગવ્યાં છે. અરે! તે એકલાએ જ નહિ પણ અનંત જીવોએ અનંતવાર તારા જ વર્તમાન અભિલાષીત ભોગાદિક પદાર્થો ભોગવ્યાં છે અને છોડયા છે. પણ ભાઈ ! તેની તને કાંઈ પણ સુધ રહી નથી, તેથી જ એ તારી તથા બીજાં અનંત જીવોની અનંતવાર છોડેલી ઉચ્છીણ (એંઠ) ને તું વારંવાર ફરી ફરી આદરયુક્ત ભાવે અને આશ્ચર્યયુક્તપણે ગ્રહણ કર્યા કરે છે. ૩૮૮.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૫૦)
* * * * વિદ્વાન સાધુની બુદ્ધિરૂપી નદી આગમમાં સ્થિત થઈને નિરંતર ત્યાં સુધી જ આગળ આગળ દોડે છે જ્યાં સુધી તેનું હૃદય ઉત્કૃષ્ટ આત્મતત્ત્વનાં જ્ઞાનથી ભૂદાતું નથી. ૩૮૯.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, સબોધ ચંદ્રોદય, ગાથા-૩૬ ) * જેમ કોઈ નિશાચરોના નેત્રો સ્વયમેવ અંધકારને નષ્ટ કરવાની શક્તિવાળા હોવાથી, અંધકારને દૂર કરવાના સ્વભાવવાળા દીપ – પ્રકાશદાદિકથી કાંઈ પ્રયોજન નથી (અર્થાત્ દીવા વગેરેનો પ્રકાશ કાંઈ કરતો નથી), તેમ - જો કે અજ્ઞાનીઓ વિષયો સુખનાં સાધન છે' એવી બુદ્ધિ વડે વિષયોનો ફોગટ અધ્યાસ (આશ્રય) કરે છે તોપણ - સંસારમાં કે મુક્તિમાં સ્વયમેવ સુખપણે પરિણમતા આ આત્માને વિષયો શું કરે છે? ૩૯૦.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર-ટીકા, ગાથા-૬૭) * જો યોગી ધ્યાની મુનિ વ્યવહારમેં સોતા હૈ, વહ અપને સ્વરૂપકે કામમેં જાગતા હૈ ઔર જો વ્યવહારમેં જાગતા હૈ, વહુ અપને આત્મકાર્યમેં સોતા હૈ, ૩૯૧.
(શ્રી કુંદકુંદાચાર્ય મોક્ષપાહુડ, ગાથા-૩૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com