________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮)
(પરમાગમ – ચિંતામણિ * આંધળો તો કૂવામાં પડે એ અચરજ નથી પણ દેખતો પડે એ અચરજ છે, તેમ આત્મા જ્ઞાતાદ્રષ્ટા છે અને સંસારકૂપમાં પડે છે એ મોટું આશ્ચર્ય છે. મોહઠગે તેના માથે ઠગોરી નાખી છે તેથી તે પરધરને જ પોતાનું માની નિજધર ભૂલ્યો છે. જ્ઞાનમંત્રથી મોહ ઠગોરીને ઉતારે ત્યારે નિજારને પામે. શ્રીગુરુ વારંવાર નિજધર પામવાનો ઉપાય બતાવે છે કે પોતાના અખંડિત ઉપયોગનિધાનને લઈ અવિનાશી રાજ્ય કર ! તારી હરામજાદીથી જ પોતાનું રાજ્યપદ ભૂલી કોડી કોડીનો જાચક કંગાલ થયો છે; તારું નિધાન તારી પાસે જ હતું પણ તે સંભાળ્યું નહિ તેથી તું દુઃખી થયો. ૩૧૯.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-ર૬)
* * * * મારે કાંઇ પણ જાણવાનું બાકી રહ્યું નથી. દેખવાનું બાકી રહ્યું નથી. તેમ જ કાંઈ પણ આ જગતમાં સમજવા યોગ્ય, કરવા યોગ્ય, કહેવા યોગ્ય, શ્રવણ કરવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય, કલ્યાણકારી, આદરવા યોગ્ય મારે કાંઈ બાકી રહ્યું નથી. કારણ કે આ જગતમાં અત્યંત પ્રયત્નપૂર્વક જાણવા યોગ્ય, દેખવા યોગ્ય, સમજવા યોગ્ય, અનુભવવા યોગ્ય, કરવા યોગ્ય. કહેવા યોગ્ય, ધ્યાન કરવા યોગ્ય, શ્રવણ કરવા યોગ્ય, પ્રાપ્ત કરવા, યોગ્ય, શ્રેયરૂપ પરમ કલ્યાણકારી. આદરવા યોગ્ય જો કાંઇ પણ હોય તો તે એક શુદ્ધ ચિતૂપ, શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તે તો મહાભાગ્યયોગે જ્ઞાનીભગવાનની વાણીના આરાધનથી મેં મેળવ્યું છે. માટે મને તે જ અત્યંત પ્રિય છે. ૩૨૦.
(શ્રી જ્ઞાનાભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૧, ગાથા-૧૯ )
*
*
*
* શ્રી જિનેન્દ્રકી ભક્તિ કરનેસે ભાવ શુદ્ધ હોતા હૈ. તબ વિષયોકા ભાવ દૂર હોતા હૈ. શ્રી જિનેન્દ્રકી ભક્તિકી સહાયતાસે હી કર્મોકો જીતકર જિનપના પ્રકટ હોતા હૈ. જિનપદકા પ્રકાશ શુદ્ધોપયોગ સહિત હૈ. શુદ્ધભાવકા ધ્રુવરૂપસે પ્રગટ રહુના યહી મોક્ષકા સાક્ષાત્ સાધન હૈ. ૩૨૧.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨, પાનું- ૧૪૩) * શુદ્ધ મનસે જિનકા સ્મરણ કરો, જિનકા ચિંતવન કરો, ઔર જિનકા ધ્યાન કરો. ઉનકા ધ્યાન કરનેસે એક ક્ષણભરમેં પરમપદ પ્રાપ્ત હો જાતા હૈ. ૩રર.
(શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા-૧૯)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com