________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૯
પરમાગમ – ચિંતામણિ)
* હે જિનેન્દ્ર પ્રભો ! શ્રી વીર ભગવાને (અથવા વીરનંદી ગુરુએ) પ્રસન્ન ચિત્ત થઈને ઉચ્ચપદ (મોક્ષ) ની પ્રાપ્તિ માટે મારા ચિત્તમાં ઉત્તમ ઉપદેશની જમાવટ કરી છે તે ઉપદેશ પાસે ક્ષણમાત્રમાં વિનાશી એવું પૃથ્વીનું રાજ્ય મને પ્રિય નથી એ વાત તો દૂર રહી, પરંતુ તે ઉપદેશ પાસે ત્રણલોકનું રાજ્ય પણ પ્રિય નથી. ૩ર૩.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, આલોચના અધિકાર, શ્લોક-૩૨) * હે સખા! એવા દર્પણને તે શું કરવું કે જેમાં આત્માનું પ્રતિબિંબ ન દેખાય? મને તો આ જગત બહાવરે પ્રતિભાસે છે, – કે જેને ગૃહપતિ ધરમાં ગૃહસ્પતિ ઘરમાં હોવા છતાં તેનું દર્શન નથી થતું. ૩૨૪.
(મુનિવર રામસિંહ, પાહુડ–દોહા, ગાથા-૧૨૨) * ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? તો તું ભવસમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છે. ૩રપ.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક – ૧૨ ) * જેમ કોઈ સૂર્યની સામે છત્ર ધરે તો તેથી સૂર્યને કાંઈ લાભ થતો નથી, પરંતુ છત્ર ધારણ કરવાવાળાને છાયાનું સુખ અવશ્ય મળે છે. તેમ ભગવાનની સેવા ઇન્દ્ર કરે છે, તેથી ભગવાનને કાંઈ પ્રયોજન નથી પરંતુ ભક્તિ કરવાથી ઇન્દ્રને જ તે ભક્તિ સુખનું કારણ થાય છે. ૩ર૬.
(માકવિ ધનંજય, વિષાપહારસ્તોત્ર, શ્લોક-૧૭) * જો માનવોંકો પ્રસન્ન કરનાલે રાગમેં રમણતાકા પદ હૈ વહુ સર્વ શ્રી જિનેન્દ્રક ગુણોમેં રંજાયમાન હોનેવાલે જ્ઞાનસે દૂર હો જાતા હૈ, વહ જ્ઞાન વીતરાગ આત્માકા અનુભવસ્વરૂપ હૈ. ૩ર૭.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧, પાનું – ૧૪૮) * હે જીવ! જે પાપનો ઉદય જીવોને દુઃખ આપીને, શીધ્ર મોક્ષ જવાને યોગ્ય ઉપાયોમાં બુદ્ધિ કરાવે છે તો તે પાપનો ઉદય પણ ભલો છે એમ જ્ઞાનીઓ કહે છે. ૩ર૮.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨, ગાથા-૫૭) * એકાંતે અર્થાત્ નિયમથી સ્વર્ગમાં પણ દેહ દેહીને (આત્માને ) સુખ કરતો નથી; પરંતુ વિષયોના વશે સુખ અથવા દુ:ખરૂપ સ્વયં આત્મા થાય છે. ૩૨૯.
(શ્રી કુંદકુંદઆચાર્ય, પ્રવચનસાર, ગાથા-૬૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com