________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ),
(૫૭ * જેમ રસ્તે ચાલાં કોઈ ગરીબને (કે રાહગીરને) જો સોનાથી ભરેલો ઘડો મળી જાય તો તે તેને ગુપ્ત રાખે છે. તેમ હું ભવ્ય ! તું તારી નિજાત્મભાવનાને પોતામાં ગુપ્ત રાખજે – ગુપ્તપણે તેનો અનુભવ કરજે. ૩૧૪.
(શ્રી નેમીશ્વર - વચનામૃત-શતક, શ્લોક - ૧૭) * જબતક પરમતત્ત્વકો ન જાને, ન શ્રદ્ધા કરે, ન અનુભવે તબતક કર્મબંધને નહીં છૂટતા, ઈસસે યહ નિશ્ચય હુઆ કિ કર્મબંધસે છૂટકા કારણ એક આત્મજ્ઞાન હી હૈ, ઔર શાસ્ત્રકા જ્ઞાન ભી આત્મજ્ઞાનકે લિયે હી કિયા જાતા હૈ, જૈસે દીપકસે વસ્તકો દેખકર વસ્તુકો ઉઠા લેતે હૈં ઔર દીપકકો છોડ દેતે હૈં ઉસી તરહ શુદ્ધાત્મતત્ત્વકે ઉપદેશ કરને વાલે જો અધ્યાત્મશાસ્ત્ર ઉનસે શુદ્ધાત્મતત્ત્વકો જાનકર ઉસ શુદ્ધાત્મત્ત્વકા અનુભવ કરના ચાહિયે ઔર શાસ્ત્રકા વિકલ્પ છોડના ચાહિયે. શાસ્ત્ર તો દીપકકે સમાન હૈ, તથા આત્મવસ્તુ રત્નક સમાન હું. ૩૧૫.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ-૨, ગાથા-૮૨)
* * *
* જેવી રીતે આંખ રૂપને ગ્રહણ કરતી થકી રૂપમય થઇ જતી નથી, તેમ જ્ઞાન જ્ઞયને જાણતું થયું શેયરૂપ થઈ જતું નથી. ૩૧૬.
( શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, અધિ-૧, ગાથા-૨૨)
* * * * જુઓ પરિણામોની વિચિત્રતા! કે – કોઈ જીવ તો અગિયારમા ગુણસ્થાને યથાખ્યાતચારિત્ર પામી પાછો મિથ્યાદષ્ટિ બની કિંચિયૂન અર્ધપુદ્ગલપરાવર્તન કાળ સુધી સંસારમાં રખડે છે ત્યારે કોઈ જીવ નિત્યગિોદમાંથી નીકળી મનુષ્ય થઇ આઠ વર્ષની આયુમાં મિથ્યાત્વથી છૂટી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે - એમ જાણી પોતાના પરિણામ બગડવાનો ભય રાખવો તથા તેને સુધારવાનો ઉપાય કરવો. ૩૧૭.
(શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિકાર- ૭, પાનું – ર૬૯) * હે જોગી ! જેના હૈયામાં જન્મ-મરણ વગરના એક દેવ નથી વસતા તે જીવ પરલોકને (મોક્ષને) કઈ રીતે પામશે? ૩૧૮.
(મુનિવર રામસિંહ, પાહુડ-દોહા, ગાથા-૧૬૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com