________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૧
પરમાગમ – ચિંતામણિ)
* જેવી રીતે કોઈ પુણવાન જીવના હાથમાં ચિંતામણિરત્ન હોય છે, તેનાથી સર્વ મનોરથ પૂરા થાય છે, તે જીવ લોઢું, તાંબુ, રૂપું એવી ધાતુનો સંગ્રહુ કરતો નથી. તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવની પાસે શુદ્ધસ્વરૂપ અનુભવ એવું ચિંતામણિરત્ન છે, તેનાથી સકળ કર્મક્ષય થાય છે. પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે, અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે; તે સમ્યગ્દષ્ટિ જીવ શુભ-અશુભરૂપ અનેક ક્રિયા- વિકલ્પનો સંગ્રહ કરતો નથી. કારણ કે તેનાથી કાર્યસિદ્ધિ થતી નથી. ૩૩૫.
(શ્રી રાજમલ્લજી, કળશટીકા, કળશ-૧૪૪) * જે જીવો મનુષ્યપર્યાયમાં ઉત્તમ કુળમાં જન્મ લઈને કષ્ટપૂર્વક બુદ્ધિચાતુર્યને પામ્યા છે તથા જેમણે પૂર્વોપાર્જિત પુણ્યકર્મના ઉદયથી કોઇ પણ પ્રકારે જૈનમતમાં ભક્તિ પણ પ્રાપ્ત કરી લીધી છે છતાં પણ જો તેઓ સંસાર-સમુદ્રને પાર કરાવીને સુખ ઉત્પન્ન કરનાર ધર્મ કરતા નથી તો સમજવું જોઈએ કે તે દુર્બુદ્ધિજનો હાથમાં પ્રાપ્ત થવા છતાં પણ અમૂલ્ય રત્ન છોડી દે છે. ૩૩૬.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, અધિ. ૧, શ્લોક - ૧૬૯ )
*
*
*
* આ અલ્પ આયુષ્ય અને ચંચળ કાયાને એ (મોક્ષ) માર્ગમાં ખપાવી દેતાં જો પરમ શુદ્ધ ચૈતન્યધન અવિનાશી નિઃશ્રેયસની પ્રાપ્તિ થતી હોય તો તને ફૂટી કોડીના બદલામાં ચિંતામણિરત્નથી પણ અધિક પ્રાપ્ત થયું છે એમ સમજ. હે જીવ! સમ્યક જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ ચાર આરાધનાથી ઉત્તરોત્તર વૃદ્ધિ અને શુદ્ધિમાં તારા આ માનવ જીવનનો જે કાળ છે, તેટલું જ તારું સફળ આયુષ્ય છે એમ સમજ. ૩૩૭.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૭૦) * જેમ કોઈ પુરુષ દરિદ્ર છે, કરજવાન છે, તેનો ચિંતામણિ છે, ત્યારે કોઈએ કહ્યું – ચિંતામણિના પ્રભાવથી નિધિ વિસ્તરી રહ્યો છે, ફલાણાને ફળ આપ્યું છે માટે હવે તે પણ નિધિ તો લ્યો ! સાક્ષાત્કાર થયે સર્વ ફળ પામશો. ત્યારે પ્રતીતિમાં તો ચિંતામણિ પ્રાપ્ત કર્યા જેવો તેને હર્ષ થાય છે. એ પ્રમાણે મતિજ્ઞાનીને સ્વરૂપનો પ્રભાવ એકદેશમાં એવો જાણવામાં આવ્યો કે કેવળજ્ઞાનનું શુદ્ધત્વપ્રતીતિદ્વાર આવ્યું. જેથી અશુદ્ધત્વ અંશ પણ પોતાનો નથી. ૩૩૮.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું –૧૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com