________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬),
(પરમાગમ – ચિંતામણિ * કેવળજ્ઞાનમય આત્મા જેના હૈડમાં વસે છે, તે ત્રણલોકમાં મુક્ત રહે છે ને તેને પાપ લાગતું નથી. ૩૦૯.
(મુનિવર રામસિંહ, પાહુડ-દોહા, ગાથા-૫૯) * જેમ એક ડાબલીમાં રત્ન, તેનું કાંઈ બગડયું નથી, એ ગુપ્ત છે, પડ દૂર કરી કાઢે તો વ્યક્ત છે. તેમ શરીરમાં છુપાયેલો આત્મા છે, તેનું કાંઈ બગડયું નથી, તે ગુપ્ત છે, અને, કર્મરહિત થતાં પ્રગટ છે. ગુસ, પ્રગટ એ અવસ્થાભેદ છે. એ બંને અવસ્થામાં સ્વરૂપ તો જેવું છે તેવું જ છે. એવો શ્રદ્ધાભાવ એ જ સુખનું મૂળ છે. જેની દૃષ્ટિ પદાર્થશુદ્ધિ ઉપર નથી, કર્મદષ્ટિથી અવલોકે ત્યાં સુખ કેમ પામે? જેવી દષ્ટિએ દેખે તેવું ફળ થાય. ૩૧૦.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-૪૪) * (આ સમ્યગ્દર્શન જ) મોક્ષરૂપી મહેલનું પહેલું પગથિયું છે, આ સમ્યગ્દર્શન વિના જ્ઞાન ને ચારિત્ર સાચાપણું પામતા નથી, તેથી હે ભવ્ય જીવો ! આવા પવિત્ર સમ્યગ્દર્શનને ધારણ કરો. હું સમજુ દૌલતરામ! સાંભળ, જાણ અને સાવધાન રહે, તારો વખત નકામો-બિનજરૂરી ગુમાવ નહિ. જે સમ્યગ્દર્શન ન થયું તો આ મનુષ્યપર્યાય ફરીને મળવી મુશ્કેલ છે. ૩૧૧.
(પં. દૌલતરામજી, છઢાળા, ઢાળ-૩, શ્લોક-૧૭) * પૂર્ણ, એક અય્યત અને શુદ્ધ એવું જ્ઞાન જેનો મહિમા છે એવો આ જ્ઞાયક આત્મા જ્ઞય પદાર્થોથી જરા પણ વિક્રિયા પામતો નથી, જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી વિક્રિયા પામતો નથી તેમ તો પછી એવી વસ્તુ સ્થિતિના જ્ઞાનથી રહિત જેમની બુદ્ધિ છે એવા આ અજ્ઞાની જીવો પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડ છે અને રાગદ્વેષમય કેમ થાય છે? (એમ આચાર્યદવે શોચ કર્યો છે. ) ૩૧૨.
( શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૨૨૨) * “શરીરાદિથી આત્મા ભિન્ન છે' એ વાત ઘણીવાર ગુરુમુખેથી સાંભળે તથા બીજાઓને તેવો ઉપદેશ પણ વારંવાર આપે, છતાં જ્યાં સુધી આત્માને શરીરાદિથી દઢપણે ભિન્ન અનુભવે નહિ અર્થાત જ્યાં સુધી સ્વસમ્મુખતા પૂર્વક તેનું તેને ભાવભાસન થાય નહિ ત્યાં સુધી જીવ મુક્તિ લાયક બની શકે નહિ. ૩૧૩.
(શ્રી પૂજ્યપાદ આચાર્ય, સમાધિશતક, ગાથા-૮૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com