________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૫૪)
(પરમાગમ - ચિંતામણિ
* પંડિતોમાં પંડિત એવા હૈ પંડિત ! જો તું ગ્રંથ અને તેના અર્થોમાં જ સંતોષાઇ ગયો છે અને પરમાર્થ-આત્માને જાણતો નથી તો તું મૂર્ખ છો; તેં કણને છોડીને ફોતરા જ કૂટયા છે. ૨૯૬.
( મુનિવર રામસિંહ, પાહુડ–દોહા, ગાથા-૮૫, મોક્ષમાર્ગ પ્રકાશકમાં ઉદ્ઘતગાથા ) * ક્રમે ક્રમે ચઢીને કીડી વૃક્ષ ઉપર રહેલાં ફ્ળ પાસે પોપટની માફક પહોંચે છે; અને મનુષ્ય પોતામાં રહેતાં શુદ્ધ ચિદ્રુપનું ચિંતન તે જ પ્રમાણે ક્રમે કરીને પામે છે. ૨૯૭. (શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૧૮, ગાથા-૧૭)
* હૈ ભવ્ય! આ વાત તમે નિઃસંદેહ જાણો કે માત્ર યુક્તિપૂર્વક શાસ્ત્રના ચિંતન-મનનથી જ જીવના સદ્દગણોની પ્રાપ્તિ થવી અસંભવ છે; પરંતુ આત્મભાવનામાં પરિણતિ વડે તેની પ્રાપ્તિ થવી સુગમ છે. ૨૯૮.
(શ્રી નેમીશ્વર – વચનામૃત-શતક, શ્લોક-૨૭)
* જેમ સાકર ખાતાં ગધેડું મરી જાય તો તેથી કાંઈ મનુષ્ય તો સાકર ખાવી ન છોડે, તેમ કોઇ વિપરીત બુદ્ધિ જીવ અધ્યાત્મગ્રંથો સાંભળી સ્વચ્છંદી થાય તો તેથી કાંઇ વિવેકી જીવ તો અધ્યાત્મગ્રંથોનો અભ્યાસ ન છોડે. ૨૯૯.
(શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક. અધિકાર – ૮, પાનું – ૨૯૪) * હે ભગવાન! આપનો આ મહિમા છે કે આપે વસ્તુને એકાંતે વાચ્યરૂપ કે અવાચ્યરૂપ ન કહેતાં બન્ને ધર્મરૂપ કહેલ છે. એ બન્ને ધર્મોમાંથી જો હું માત્ર એક ધર્મનું જ કથન કરું તો જીભના સો કટકા થઇ જાવ. ૩૦૦.
(શ્રી અમૃતચંદ્ર આચાર્ય, લઘુતત્ત્વ સ્ફોટ, સ્તુતિ-૧૫, શ્લોક–૯ )
* સર્વથા નિત્યવાદી અને સર્વથા અનિત્યવાદી બન્ને જ મિથ્યાદષ્ટિ છે પરંતુ જે પદાર્થોને નિત્યાનિત્ય માને છે તે મિથ્યાદષ્ટિ નથી એમ કહેવું યોગ્ય નથી. નિરપેક્ષ નિત્યાનિત્યવાદ પણ એકાંત નિત્યવાદ અને એકાંત અનિત્યવાદની જેમ મિથ્યા જ છે. કારણકે અપેક્ષા વિના નિત્યાનિત્ય વસ્તુ માનવાથી સર્વ નયોનો ઘાત થાય છે. ૩૦૧. (શ્રી નરેન્દ્રસેન આચાર્ય, સિદ્ધાંતસારસંગ્રહ, અધ્યાય-૪, ગાથા-૭૪)
* જે ગૃહસ્થ સાધર્મી જીવો પ્રત્યે પોતાની શક્તિ અનુસાર વાત્સલ્ય કરતો નથી તે ધર્મથી વિમુખ થઇને ઘણા પાપથી પોતાને આચ્છાદિત કરે છે. ૩૦૨.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશશિત, ઉપાસક સંસ્કાર, શ્લોક-૩૬ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com