________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર)
(પરમાગમ – ચિંતામણિ * મારો પરમાત્મા શાશ્વત છે, કથંચિત્ એક છે, સહજ પરમ ચૈતન્યચિંતામણિ છે, સદા શુદ્ધ છે અને અનંત નિજ દિવ્ય જ્ઞાનદર્શનથી સમૃદ્ધ છે. આમ છે તો પછી બહુ પ્રકારના બાહ્ય ભાવોથી મને શું ફળ છે? ૨૮૩.
(પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૧૩૮) * આત્માની સાધનાદિ વિધિમાં માત્ર એક જ્ઞાન જ પ્રસિદ્ધ ગુણ છે તથા જ્ઞાન જ સ્વાનુભવમાં એક કારણ છે તેથી તે જ્ઞાન જ પરમપદ છે. ૨૮૪.
(શ્રી રાજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૪૦૧) * (હે ભવ્ય પ્રાણી !) તું આમાં ( જ્ઞાનમાં) નિત્ય રત અર્થાત્ પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા; (આમ કરવાથી) તને ઉત્તમ સુખ થશે. ૨૮૫.
( શ્રી કુંદકુંદાચાર્ય, સમયસર, ગાથા-૨૦૬ ) * બાર અંગરૂપ શ્રુતસમુદ્ર શુદ્ધ આત્માનો અંશ છે. જ્યાં શુદ્ધ આત્મા પ્રાપ્તિ થઈ ત્યાં તેનું મારે શું કામ છે? ૨૮૬.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૧૩, ગાથા-૯)
* * *
* આ આત્માનું સાચું નિધાન આ આત્માની સમીપ જ છે. તેને પીછાણતાં જ તે સુખી થઈ જાય. મારો આત્મા અનંતજ્ઞાનનો ધારક ચિદાનંદ છે. મારું સ્વરૂપ અનંત ચૈતન્યશક્તિથી મંડિત અનંત ગુણમય છે. મારા ઉપયોગને આધીન તે બની રહ્યું છે. હું મારા પરિણામરૂપ ઉપયોગને મારા સ્વરૂપમાં ધારણ કરી રાખું તો અનાદિ દુ:ખ મટી જાય અને પરમપદને ભેટીશ. એ સ્વરૂપ પ્રાપ્ત કરવાનો માર્ગ સુગમ છે. દષ્ટિ ગોચર કરવો જ દુર્લભ છે; તે સંતોએ સુગમ કરી દીધો છે. ૨૮૭.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું – ૧૨) * શબ્દશાસ્ત્રનો વિસ્તાર તો અપાર છે; અને આયુ પણ જો અપાર હોય તો – તો તે બધાનો સુવિચાર કર્તવ્ય છે; પણ આયુ-કાળ તો અતિ- અલ્પ છે, ને એકલા શબ્દશાસ્ત્રથી કાંઈ મુક્તિ થઈ જતી નથી. માટે વ્યર્થ કાળ ન ગુમાવતાં પ્રયોજનભૂત તત્ત્વમાં બુદ્ધિ જોડવી. ૨૮૮.
(નમીશ્વર - વચનામૃત-શતક, શ્લોક – ૬૮)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com