________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૫૩ * (શુદ્ધ આત્માતત્ત્વને વિષે) બહિરાત્મા અને અંતરાત્મા એવો આ વિકલ્પ કુબુદ્ધિઓને હોય છે; સંસારરૂપી રમણીને પ્રિય એવો આ વિકલ્પ સુબુદ્ધિઓને હોતો નથી. ૨૮૯.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-ર૬૧) * અધ્યાત્મનો અભ્યાસ કરતી વખતે મુમુક્ષુએ તત્ત્વ સમજવાનો યત્ન કરવો જોઇએ; શબ્દના ગુણ-દોષના વિચારમાં અટકવું ન જોઈએ. હે ભવ્ય! જો તું બુદ્ધિમાન છો તો વારંવાર અધ્યયન કરીને તત્ત્વ સમજ. ૨૯૦.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક-૩ર) * કેટલાક જીવ કોઇ શાસ્ત્ર આદિના નિમિત્તે કાંઈક થોડું એક જ્ઞાન મેળવી એટલા બધા અભિમાની થઇ જાય છે કે તે બધા લોકોને મૂર્ખ સમજીને અન્ય કોઇ પણ વિશિષ્ટ વિદ્વાનોનો આશ્રય લેતા નથી. ર૯૧.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશિત, એકત્વ સપ્તતિ, શ્લોક-૮) * સમ્યગ્દષ્ટિ જીવનું પોતાના આત્માને જાણવવાળું સ્વસંવેદન પ્રત્યક્ષરૂપ જ્ઞાન, શુદ્ધ અને સિદ્ધોના જેવું હોય છે. ર૯૨.
( શ્રી રાજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨ ગાથા-૪૮૯) * ઉન્નતિનો ક્રમ તો એ છે કે- એકને જોઇ બીજો તેના આદર્શ ગુણોનું અનુકરણ કરે, પરંતુ દોષદષ્ટિવાન મનુષ્ય પોતાથી જગતમાં કોઇ વિશેષ ગુણવાન છે” એ સમજતો જ નથી. બીજામાં દોષ હોવા અથવા નહિ હોવાથી તેને પોતાને શું લાભહાનિ છે? તારો દોષ જે દિવસે નિવૃત્ત થશે તે દિવસે તું ખરેખર સુખી થઇશ. માટે હું મુમુક્ષુ ! એ પરદોષ જોવા તરફ તું નિરંતર ઉપેક્ષીત રહે. ૨૯૩.
( શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, ગાથા-૨૫૦) * હે જીવ! પરમાર્થકો સમજનેવાલોંકો કોઇ જીવ બડા છોટા નહીં હૈ, સભી જીવ પરમબ્રહ્મસ્વરૂપ છે. ૨૯૪.
(શ્રી યોગીન્દ્રદેવ, પરાત્મપ્રકાશ, અધિ. -૨, શ્લોક – ૯૪) * શ્રુતિઓનો અંત નથી (-શાસ્ત્રોનો પાર નથી) કાળ થોડો છે ને આપણે દુર્મધ (મંદબુદ્ધિ) છીએ. માટે તે જ કેવળ શીખવા યોગ્ય છે કે જે જરા-મરણનો ક્ષય કરે. ૨૯૫.
(મુનિવર રામસિંહ, પાહુડ-દોહા, ગાથા-૯૮) (શ્રી અમૃતચંદ્રાચાર્ય, પંચાસ્તિકાય – ટીકા, ગાથા-૧૪૬ ની ટીકામાં ઉદ્ભૂત – શ્લોક)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com