________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૫૧ * કેવો છે નિર્વકલ્પ અનુભવ? જેમાં પઠન-પાઠન, સ્મરણ, ચિંતન, સ્તુતિ, વંદના ઇત્યાદિ અનેક ક્રિયારૂપ વિકલ્પો વિષ સમાન કહ્યાં છે. તે નિર્વિકલ્પ અનુભવમાં ન ભણવું, ન ભણાવવું, ન વંદવું, ન નિંદવું એવો ભાવ અમૃતના નિધાન સમાન છે. ભાવાર્થ આમ છે કે-નિર્વિકલ્પ, અનુભવ સુખરૂપ છે, તેથી ઉપાદેય છે, નાના પ્રકરના વિકલ્પો આકુળતા રૂપ છે, તેથી હેય છે. ૨૭૮
(શ્રી રાજમલ્લજી, કળશટીકા, કળશ-૧૮૯ ) * જિસ તત્ત્વકે અભાવમેં લોકકો પ્રકાશ કરનેમેં કુશલ ઐસે સર્વ ચંદ્રમા, સૂર્ય, ગ્રહ, તારે આદિક અંધેરેકે સમૂહુકે સમાન હો જાતે હૈં, જો જ્ઞાનમયી પ્રકાશકો બહુત નિર્મલ રખનેવાલા હૈ વ જો યોગિયોંક દ્વારા ધ્યાયા જાતા હૈ ઉસ નિર્મલ વ નિશ્ચલ આત્મતત્ત્વકો અપને હી શરીરમેં વિરાજમાન ધ્યાના ચાહિયે. ૨૭૯.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૫૫)
*
*
*
* હે આત્મહિતૈષી પ્રાણી! પુણ્યના ફળોમાં હર્ષ ન કર અને પાપના ફળોમાં દ્વષ ન કર. (કારણ કે આ પુણ્ય અને પા૫) પુદગલના પર્યાય છે, ઉત્પન્ન થઇને નાશ પામી જાય છે, અને ફરીને ઉત્પન્ન થાય છે. પોતાના અંતરમાં નિશ્ચયથી - ખરેખર લાખો વાતોનો સાર આજ પ્રમાણે ગ્રહણ કરો કે પુણ્ય-પાપરૂપ બધાય જન્મમરણના કંદરૂપ ( રાગ-દ્વેષરૂપ) વિકારી મલિનભાવો તોડી હંમેશા પોતાના આત્માનું ધ્યાન કરો. ૨૮૦.
(પં. દૌલતરામજી, છઢાળા, ઢાળ – ૪, શ્લોક-૮) * પ્રજ્ઞા વડે (આત્માને) એમ ગ્રહણ કરવો કે – જે ચેતનારો છે તે નિશ્ચથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું. ૨૮૧.
(શ્રી કુંદકુંદાચાર્ય, સમસાર, ગાથા-૨૯૭) * ભવ્ય જીવોને શ્રીગુરુ ઉપદેશ કરે છે કે શીધ્ર મોહનું બંધન તોડી નાંખો, પોતાનો સમ્યકત્વગુણ ગ્રહણ કરો અને શુદ્ધ અનુભવમાં મસ્ત થઇ જાવ. પુદ્ગલદ્રવ્ય અને રાગાદિક ભાવો સાથે તમારે કોઈ સંબંધ નથી. એ સ્પષ્ટ અચેતન છે અને તમે અરૂપી ચૈતન્ય છો તથા પાણીથી ભિન્ન તેલની પેઠે તેમનાથી જુદાં છો. ૨૮૨.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, જીવઢાર, પદ-૧૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com