________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૪૯ * યોનિમાં સુખ અને દુઃખ દુષ્કૃતના સમૂહથી થાય છે (અર્થાત ચાર ગતિના જન્મોમાં સુખ - દુ:ખ શુભાશુભ કૃત્યોથી થાય છે.) વળી બીજી રીતે ( નિશ્ચયનય), આત્માને શુભનો પણ અભાવ છે તેમ જ અશુભ પરિણતિ પણ નથી – નથી, કારણ કે આ લોકમાં એક આત્માને (અર્થાત્ આત્મા સદા એકરૂપ હોવાથી તેને) ચોકકસ ભવનો પરિચય બિલકુલ નથી. આ રીતે જે ભવગુણોના સમૂહથી સંન્યસ્ત છે ( અર્થાત્ જે શુભ-અશુભ, રાગ-દ્વેષ વગેરે ભવના ગુણોથી -વિભાવોથી રહિત છે) તેને (-નિત્ય શુદ્ધ આત્માને ) હું જીવું છું. ર૬૭.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર – ટીકા શ્લોક-૨૦૯ ) * સિદ્ધ ભગવાન કોઈ બાહ્ય કારણની અપેક્ષા વિના પોતાની મેળે જ સ્વપરપ્રકાશક જ્ઞાનરૂપ છે, અનંત આત્મિક આનંદરૂપ છે, ને અચિંત્ય દિવ્યતારૂપ છે. સિદ્ધભગવાન જેવો જ સર્વ જીવોનો સ્વભાવ છે. તેથી સુખાર્થી જીવો વિષયાલંબી ભાવ છોડી નિરાલંબી પરમાનંદસ્વભાવે પરિણમો. ર૬૮.
(શ્રી પ્રવચનસાર, ગાથા-૬૮ નો ભાવાર્થ) * જે વ્રયહારનય છે તે જો કે આ પહેલી પદવીમાં (જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઇ હોય ત્યાં સુધી) જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને, અરેરે ! હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે, તો પણ જે પુરુષો ચૈતન્ય-ચમત્કારમાત્ર, પરદ્રવ્યભાવોથી રહિત (શુદ્ધનયના વિષયભૂત) પરમ “અર્થ' ને અંતરંગમાં અવલોકે છે, તેની શ્રદ્ધા કરે છે તથા તરૂપ લીન થઈ ચારિત્રભાવને પ્રાપ્ત થાય છે તેમને એ વ્યવહારનય કાંઇ પણ પ્રયોજનવાન નથી. ર૬૯.
(અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૫) * જો ભવ્યજીવ તીન લોકકે અગ્રભાગમેં વિરાજિત સિદ્ધભગવાનના સ્વરૂપ મનન કરતે હૈ, ઉસી શુદ્ધ સ્વરૂપકો દેખનેસે કર્મ છુટ જાતે હૈં તથા દ્રવ્યકર્મ, ભાવકર્મ વ નોકર્મકો જીતા જાતા હૈ તથા અનિષ્ટકર્મકા બંધ નહીં હોતા હૈ. ૨૭).
(શ્રી તારણસ્વામી, ઉપદેશ-શુદ્ધાસાર-શ્લોક-૫૦૩) * રાગરહિત ચિતૂપ પૂર્ણાનંદનો સમુદ્ર આત્મા, તેમાં જ સાચું સુખ છે; સંસારના ઇન્દ્રિયસુખો તેની પાસે આગિયા જેવા છે, તેમાં સુખ માનવું તે તો ફકત દુર્બદ્ધિનો ફેલાવે છે. ૨૭૧.
(શ્રી નેમીશ્વર-વચનામૃત શતક, શ્લોક-૮૬).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com