________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬)
(પરમાગમ – ચિંતામણિ * યદિ સૂર્યકી કિરણસમૂહમે કદાચિત્ ઠંડકપના હો જાવે તથા ચંદ્રમામે ગર્મી હો જાવે વ કદાચિત સુમેરૂપર્વતમેં જંગમપના યા હુલનચલનપના પ્રાપ્ત હો જાવે તો હો જાવો, પરંતુ કભી ભી દુઃખો કી ખાન ઈસ સંસાર ભયાનક સંસારકે ચક્રમેં ભ્રમણ કરતે હુએ પુરુષકો પ્રગટપને સુખ નહીં પ્રાપ્ત હો સકતા હૈ. ૨૪૮.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૬૮) * કાળદ્રવ્ય તથા અન્યદ્રવ્ય વિષે પરાગમના અવિરોધપણે વિચાર કરવો. પરંતુ વીતરાગ સર્વજ્ઞનું વચન સત્ય છે” એમ મનમાં નિશ્ચય કરીને વિવાદ ન કરવો. શા માટે? કારણે કે વિવાદ કરવાથી રાગ-દ્વપ થાય છે. અને રાગ-દ્વેષથી સંસારની વૃદ્ધિ થાય છે. ૨૪૯.
(શ્રી નેમિચંદ્ર સિંદ્ધાંતદેવ, બૃહદ્ દ્રવ્યસંગ્રહ, ગાથા-૨ ની ટીકામાંથી) * આ આત્માને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો (શ્રદ્ધવો) તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. કેવો છે આત્મા? પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે. વળી કેવો છે? શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. વળી કેવો છે? પૂર્ણ જ્ઞાનઘન છે. વળી જેટલું સમ્યગ્દર્શન છે તેટલો જ આ આત્મા છે. તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે “ આ નવતત્ત્વની પરિપાટીને છોડી, આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો.” ૨૫૦.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર- ટીકા, કળશ – ૬) * અમે એક જિનને જાણ્યા ત્યાં અનંત દેવને જાણી લીધાં; તેને જાણ્યા વિના મોહથી મોહિત જીવ દૂર ભમે છે. ૨૫૧.
(શ્રી મુનિવર રામસિંહ, પાહુડ- દોહા, ગાથા-૫૮) * આ આત્મા અરિહંત અને સિદ્ધના સ્વરૂપે ધ્યાવવામાં આવતાં ચરમશરીરીને મુક્તિ પ્રદાન કરે છે. અને તેના ધ્યાન સાથે પુણ્ય ઉપાર્જન કરનાર અન્યને તે ભુક્તિ (સ્વર્ગ, ચક્રવર્તી આદિના ભોગો) પ્રદાન કરે છે. ૨પર.
(શ્રી નાગસેન, મુનિરાજ, તત્ત્વાનુશાસન, શ્લોક- ૧૯૭) * જો દેહમેં રહતા હૈ, તો ભી દેહસે જુદા હૈ, સર્વ અશુચિમચી દેહકો વહુ દેવ છૂતા નહીં હૈ, વહી આત્મદેવ ઉપાદેય હૈ. ૨૫૩.
(શ્રી યોગીન્દ્રદેવ, પરાત્મપ્રકાશ, અધિ. -૧ (ગાથા-૩૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com