________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪)
(પરમાગમ – ચિંતામણિ * આ વિષયસુખ તો બે દિવસ રહેનારા- ક્ષણિક છે. પછી તો દુઃખની જ પરપાટી છે. માટે હે જીવ! તું તારા આત્માને ભૂલીને પોતાના જ ખભા ઉપર કૂહાડાનો પ્રહાર ન કર. ૨૩૮.
(શ્રી મુનિવર રામસિંહ, પાહુડ દોહા, ગાથા-૧૭) * હું સાંસારિક દુઃખરૂપ સુધાથી પીડિત મનરૂપ પથિક! તું મનુષ્ય પર્યાયરૂપ વૃક્ષની વિષયસુખરૂપ છાયાની પ્રાપ્તિથી જ શા માટે સંતુષ્ટ થાય છે? તેનાથી તું અમૃતરૂપ ફળનું ગ્રહણ કર. ૨૩૯.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, નિશ્ચય પંચાશત, શ્લોક-૩૮) * ગર્ભથી લઇને છેક મરણાંત સુધી આ શરીર નિરર્થક કલેશ અપવિત્રતા, ભય, તિરસ્કાર અને પાપથી ભરપૂર હોય છે. - આમ વિચારી સમજવાન પુરુષોએ એવા વિંટબનાપૂર્ણ શરીરનો સ્નેહ સર્વથા ત્યજવા યોગ્ય છે. જો નશ્વર અને કેવળ દુઃખપૂર્ણ શરીર ઉપરનું મમત્વ છોડવાથી આત્મા ખરેખર મુક્તદશાને પ્રાપ્ત થતો હોય તો જગતમાં એવો કોણ મૂર્ણ છે કે જે તેના ત્યાગ ભણી પ્રમાદ કરે? શરીર એ ખરેખર દુષ્ટ મનુષ્યના મેળાપ જેવું છે. ૨૪).
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૦૫ )
* * * * જેમ કોઇ જીવને અશુભ કર્મના ઉદય રોગ, શોક, દારિદ્ર આદિ હોય છે, તેને જીવ છોડવાને ઘણુંય કરે છે, પરંતુ અશુભ કર્મના ઉદયે છૂટતાં નથી, તેથી ભોગવવાં જ પડે; તેમ સમ્યગ્દષ્ટિ જીવને, પૂર્વે અજ્ઞાન પરિણામથી બાંધ્યું છે જે સાતારૂપ-અસાતારૂપ કર્મ, તેના ઉદયે અનેક પ્રકારની વિષયસામગ્રી હોય છે, તેને સમ્યગ્દષ્ટિ જીવ દુઃખરૂપ અનુભવે છે. છોડવાને ઘણુંય કરે છે, પરંતુ જ્યાં સુધી ક્ષપકશ્રેણી ચડી ન શકે ત્યાં સુધી છૂટવું અશક્ય છે, તેથી પરવશ થયો ભોગવે છે, હૃદયમાં અત્યંત વિરકત છે, તેથી અરંજિત છે. ૨૪૧.
(શ્રી રાજમલજી, કળશટીકા, કળશ – ૧૫ર) * પુરુષોને ઉપદેશકા એક અક્ષર હી મુક્તિકા બીજ હોતા હૈ કયોંકિ સદુપદેશકે પ્રાપ્ત હોનેસે સ્વપ્નમેં ભી મનુષ્યકો કુબુદ્ધિકા પ્રાદુર્ભાવ નહિ હોતા. ૨૪૨.
(શ્રી શુભચંદ્ર આચાર્ય જ્ઞાનાર્ણવ, સર્ગ-૧૫, શ્લોક – ૩૮)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com