________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(પરમાગમ – ચિંતામણિ * આત્મજ્ઞાનમયી આરાધના ઉસે કહતે હૈ જહાં ઐસી શુદ્ધ આરાધના હો કિ મેરા આત્મા હી નિશ્ચયસે પરમાત્મારૂપ હૈ, કોઇ પરપદાર્થ પરમાણુમાત્ર મમત્વરૂપ મિથ્યાત્વકા દોષ ન હો ઐસી પવિત્ર ભક્તિ નિર્વાણકો લે જાતી હૈ. ૨૨૭
( શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૨૩૪ )
* * * * હે બુદ્ધિમાનો! આત્મજ્ઞાનરૂપ પવિત્ર તીર્થ એક આશ્ચર્યકારી તીર્થ છે. તેમાં બરાબર સારી રીતે સ્નાન કરો. જે કર્મમળ અંતરંગમાં છે ને જેને અન્ય કરોડો તીર્થો ધોઈ શકતા નથી તે મેલને આ આત્મ જ્ઞાનરૂપી તીર્થ ધોઈ નાખે છે. ૨૨૮.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, સદ્ધોધ ચંદ્રોદય, શ્લોક-૨૮) * પરમાત્મપદમાં ભાવના કરતાં રહેવાથી તે – અનંત જ્ઞાનસ્વરૂપ પરમાત્મહું છું' એવા સંસ્કાર પામેલો તે – જ્ઞાનીપુરુષ-વારંવાર તેમાં જ – આત્મસ્વરૂપમાં જ દઢ સંસ્કારને લીધે નિશ્ચયથી આત્મામાં સ્થિરતા પ્રાપ્ત કરે છે. ર૨૯.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૨૮)
* * *
* શુદ્ધ જીવને “સાર' પણું ઘટે છે. સાર અર્થાત્ હિતકારી, અસાર અર્થાત્ અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુઃખ જાણવું; કારણ કે અજીવ પદાર્થને – પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળને – અને સંસારી જીવને સુખ નથી, જ્ઞાન પણ નથી, અને તેમનું સ્વરૂપ જાણતાં જાણનાર જીવને પણ સુખ નથી, જ્ઞાન પણ નથી, તેથી તેમને “સાર” પણું ઘટતું નથી. શુદ્ધ જીવને સુખ છે, જ્ઞાન પણ છે, તેને જાણતાં અનુભવતાં જાણનારને સુખ છે, જ્ઞાન પણ છે, તેથી શુદ્ધ જીવને સાર” પણું ઘટે છે. ૨૩).
(શ્રી રાજમલ્લજી, કળશટીકા, કળશ-૧) * હું હતાશ મધુકર ! તેં કલ્પવૃક્ષની મંજરીનો સુગંધીરસ ચાખ્યો. ને હવે ગંધ વગરના ઘાસ પલાશ ઉપર તું ભમતો ફરે છે! – અરે, આમ કરતાં તારું હૈયું ફાટી કમ ન ગયું? ને તું મરી કેમ ન ગયો? (અત્યંત મધુર ચૈતન્યરસ ચાખ્યા પછી, બીજા નીરસ વિષયોમાં ઉપયોગ ભમે તેમાં જ્ઞાનીને મરણ જેવું દુઃખ લાગે છે.) ર૩૧.
(શ્રી મુનિવર રામસિંહ, પાહુડ દોહા, ગાથા-૧૫૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com