________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૪૦)
(પરમાગમ ચિંતામણિ
* જહાં શ્રી જિનેન્દ્રરૂપી સૂર્યકા દર્શન હૈ વહીં નિજ આત્માકા દર્શન હૈ. કોંકિ અપના આત્મા ભી સ્વભાવસે શ્રી જિનેન્દ્ર-સૂર્યક સમાન હૈ. શ્રી જિનકા સ્વભાવ વહી યથાર્થ આત્મસ્વભાવ હૈ. વહી પ્રકાશિત રત્નત્રયમઈ ભાવ હૈ, વહી વીતરાગ આત્માકા સ્વભાવ સ્વાત્મ-૨મણરૂપ હૈ. ઉસીકી સહાયતાસે આકાશકે સમાન અનંત જ્ઞાનધારી અદ્વૈતપદ પ્રગટ હોતા હૈ. ૨૧૬.
-
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભા-૧, પાનું- ૨૦૫ )
***
* ( ગરમ પાણીમાં) અગ્નિની ઊષ્ણાતાનો અને પાણીની શીતળતાનો ભેદ જ્ઞાનથી જ પ્રગટ થય છે. શાકના સ્વાદથી લવણના સ્વાદની તદ્દન ભિન્નતા જ્ઞાનથી જ પ્રકાશિત થાય છે. નિજ રસથી વિકસતી નિત્ય ચૈતન્યધાતુનો અને ક્રોધાદિભાવોનો ભેદ, કર્તૃત્વને (કર્તાપણાના ભાવને) ભેદતો થકો - તોડતો થકો જ્ઞાનથી જ પ્રગટ થાય છે.
૨૧૭.
( શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર–ટીકા- કળશ ૬૦)
*સમ્યગ્દષ્ટિ જીવ ઈચ્છા રહિત ક્રિયા કરે છે અને અંતરંગ ભોગોથી વિરકત રહે છે, તેથી તેઓ સિદ્ધ ભગવાન સમાન માત્ર જ્ઞાતા-દષ્ટા છે, કર્તા - ભોકતા નથી.
૨૧૮.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, સર્વવિશુદ્ધિા૨, ૫દ–૯)
* તત્ત્વજ્ઞાની મહાત્મા નોકર્મ અર્થાત્ શરી૨ રહિત, કર્મમલ રહિત શુદ્ધ પદાર્થકો હી અર્થાત્ આત્મા યા પરમાત્મામઈ શુદ્ધ તત્ત્વકા હી નિત્ય વારંવાર દર્શન કરતે હૈં.
૨૧૯.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્યસાર, શ્લોક-૬૯ )
* કેવળીઓમાં પણ ઔદયિકભાવનું નાના પ્રકા૨પણું જાણવું, કેવળીઓના ઔદિયકભાવ પણ એક સરખા હોય નહિ; કોઈ કેવળીને દંડ-કપાટરૂપ ક્રિયાનો ઉદય હોય ત્યારે કોઈ કેવળીને તે ન હોય. એ પ્રમાણે કેવળીઓમાં પણ ઉદયની નાનારૂપતા છે તો અન્ય ગુણસ્થાનોની તો વાત શું કહેવી? માટે ઔયિકભાવોના ભરોંસે જ્ઞાન નથી. ૨૨૦.
(શ્રી બનારસીદાસજી, ૫૨માર્થ વચનિકા )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com