________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨)
(પરમાગમ – ચિંતામણિ * કોઈ પ્રશ્ન કરે કે –રાગાદિ જીવના ભાવ છે અને પરભાવ સ્પર્ધાદિક છે (તો) રાગાદિને પરભાવ કેમ કહ્યાં? તેનું સમાધાન- શુદ્ધ નિશ્ચયનયથી રાગાદિ જીવના નથી. એ પણ પર છે. શાથી? – કે એ ભાવકર્મ છે, તેના નાશથી મોક્ષ છે. પર છે તો છૂટે છે. તેને પર જ કહીએ છીએ. જ્યારે આ જીવ રાગાદિકને પોતાના નહિ માને (ત્યારે) ભવબંધપદ્ધતિ મટશે. તેથી પર રાગાદિ છોડી, શુદ્ધ દર્શનશાનચારિત્ર છે તેને
સ્વ જાણી, ગ્રહણ કરે એ જ મોક્ષનું મૂળ છે. પરિણામ જેવા કરીએ તેવા હોય છે માટે પર તરફથી લક્ષ છોડી સ્વરૂપમાં લગાવતાં નિજપરિણામ છે. ૧૧૯.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું –૬૯ ) * જીવદ્રવ્યનો સ્વાભાવમહિમા અર્થાત્ સ્વરૂપની મોટપ સર્વથી ઉત્કૃષ્ટ છે. કેવો છે મહિમા? આશ્ચર્યથી આશ્ચર્યરૂપ છે, તે શું છે આશ્ચર્ય ? વિભાવપરિણામશક્તિરૂપ વિચારતાં મોહ-રાગ-દ્વેષનો ઉપદ્રવ થઇને સ્વરૂપથી ભ્રષ્ટ થઇ પરિણમે છે, એવું પ્રગટ જ છે; જીવનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ચેતનામાત્ર સ્વરૂપ છે, રાગાદિ અશુદ્ધપણું વિદ્યમાન જ નથી. ૧૨૦.
(શ્રી રાજમલ્લજી, કળશટીકા, કળશ – ૨૭૪)
* * * * દેખો ! આકાશમાં એક ચંદ્ર છે, એક તેનું નિમિત્ત પામીને પાણીની સ્વચ્છતા વિકારરૂપ ચંદ્ર છે, વળી એક લાલ રંગ છે. વળી (આ તરફ ) એક તેનું નિમિત્ત પામીને
સ્ફટિકની સ્વચ્છતા વિકારરૂપ લાલ છે વળી એક મોરધ છે. વળી (આ તરફ ) એક તેનું નિમિત્ત પામીને આરસીની સ્વચ્છતા વિકારરૂપ મોર છે, તેવી જ રીતે ગુણસ્થાન, માર્ગણાદિ એક પુદ્ગલસ્કંધરૂપ સંસાર છે, વળી એક તેનું નિમિત્ત પામીને જીવની સ્વચ્છતા, વિકારરૂપ ચેતના-સંસાર છે. ૧૨૧.
(શ્રી દીપચંદજી, આત્માવલોકન, પાનું – ૧૨૧) * જેમ વાસ્તવમાં પોતે જ એકરસવાળી નમકની કાંકરી નાના પ્રકારના વ્યંજનોને (શાકોમાં) મળીને પણ ભિન્નરસવાળી થઈ જતી નથી, તેવી જ રીતે જીવ, પોતે જ અંતરૂપ હોઇને સર્વ અવસ્થાઓમાં ચિદાત્મક જ છે, તે પરદ્રવ્યના સંયોગવિયોગપૂર્વક થવાવાળા જીવાદિ નવતત્ત્વોમાં વિમિશ્રિત થઇને પણ અશુદ્ધ – દ્વતરૂપ થઇ જતો નથી. ૧૨૨.
(શ્રી રાજમલજી, શ્રી પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૧૭૨ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com