________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮)
(પરમાગમ – ચિંતામણિ * બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ, બસ થાઓ, બસ થાઓ. અહીં એટલું જ કહેવાનું છે કે આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો. કારણ કે નિજરસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના ફરાયમાન થવામાત્ર જે સમયસાર(પરમાત્મા ) તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી (સમયસાર સિવાય બીજું કાંઈ પણ સારભૂત નથી). ૧૪૭.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ – ૨૪૪ ) * અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે-વર્જવાયોગ્ય છે, કારણે કે વ્યવહારચારિત્ર હોતું થયું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે એમ કહે છે – શુભ-અશુભરૂપ કરતૂત (કૃત્ય) નિષેધ્યા અર્થાત્ ત્યજનીય છે. ૧૪૮.
( શ્રી રાજમલ્લજી, કળશટીકા, કળશ- ૧૦૮) * જેઓ, અજીવતને કે જે જીવતત્ત્વથી વિધિ દ્વારા વિભક્ત છે તેને યથાર્થરૂપે જાણતા નથી તેઓ ચારિત્રવાન હોવા છતાં-ચારિત્રનું અનુષ્ઠાન કરવા છતાંપણ તે વિવિકત-શુદ્ધ અને નિર્મળ – આત્માને પ્રાપ્ત થતાં નથી કે જે દોષોથી રહિત છે. ૧૪૯.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત અજીવ અધિકાર, ગાથા-૫૦) * જેમ દુષ્કાર્યના ઉત્પાદક હેતુને દુષ્ટ કહે છે તે જ પ્રમાણે અનિષ્ટ ફળદાયી હોવાથી વ્રતક્રિયા ઇષ્ટાર્થરૂપ નથી, પરંતુ અનિષ્ટાર્થ જ છે. ૧૫૦.
(શ્રી રામજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-પ૬૮) * જિસકે ભીતર જ્ઞાનસ્વભાવી આત્માના પ્રકાશ નહીં હૈ ઉસકા વ્રત કરના, તપ પાલના, ક્રિયા કરના, ઉપસર્ગ સહુના નિષ્ફલ હૈ. આત્મજ્ઞાન સ્વભાવકે પ્રકાશ વિના અન્ય અનેક પ્રકાર સર્વ હી ચારિત્ર નિંદાકે યોગ્ય હૈ. ૧૫૧.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૨૨૭) * પુણ્યપાપના કારણે સંસાર–વનમાં પ્રવેશ થાય છે, એ જોનાર જે જે શુદ્ધબુદ્ધિ છે તે પુણ્ય-પાપના ભેદ કરતાં નથી; - બંનેને સંસાર - વનમાં ભ્રમણ કરાવવાની દૃષ્ટિએ સમાન સમજે છે. ૧૫ર.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, બંધાધિકાર, ગાથા-૪૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com